સૂટકેસ સ્કૂટર પર નાના બાળકની જેમ સવારી કરતા દેખાયા Ajay Devgan, લોકોએ કહ્યું – આ વિમલના નશાની અસર છે

|

Jun 24, 2022 | 8:04 PM

અજય દેવગને (Ajay Devgan) આજે તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેયર કર્યો હતો, જેમાં તે ખૂબ જ મસ્તી સાથે સૂટકેસ સ્કૂટર પર સવારી કરતો જોવા મળ્યો હતો. કેમેરા તરફ જોઈને અજય દેવગન એ સ્માઈલ આપ્યું.

સૂટકેસ સ્કૂટર પર નાના બાળકની જેમ સવારી કરતા દેખાયા Ajay Devgan, લોકોએ કહ્યું - આ વિમલના નશાની અસર છે
Viral video
Image Credit source: twwiter

Follow us on

આપણે સાંભળ્યુ જ છે દરેક માણસની અંદર એક બાળક જીવીત રહેવો જોઈએ. એટલે કે તેમની બાળપણ વખતના સ્વાભાવો જળવાઈ રહેવા જોઈએ. અનેક લોકો એવા કામ કરતા હોય છે જેને જોઈને કહેવાનું મન થાય છે કે શું નાના છોકરા જેવું કરે છે! એક રીતે લોકો જીવનમાં ચાલી રહેલા તણાવોથી દૂર રહેવા માટે પણ આવુ કરતા હોય છે. અજય દેવગણ (Ajay Devgan) ઘણીવાર જાહેરમાં ગંભીર માણસ તરીકે જોવામાં આવ્યો છે, પરંતુ આ ગોલમાલ સ્ટારનો હાલનો વીડિયો જે વાયરલ (Viral video) થયો છે તે તેની રમુજી બાજુ પણ દર્શાવે છે. અજય દેવગને આજે તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેયર કર્યો હતો, જેમાં તે ખૂબ જ મસ્તી સાથે સૂટકેસ સ્કૂટર પર સવારી કરતો જોવા મળ્યો હતો. કેમેરા તરફ જોઈને અજય દેવગને સ્માઈલ આપ્યું. અજય દેવગનના ફેન્સ તેનો આ વીડિયો પસંદ કરી રહ્યા છે પણ કેટલાક લોકો તેને આ બાબતે હેરાન પણ કરી રહ્યા છે.

અજય દેવગનનો આ વાયરલ વીડિયો કોઈ મોટા શોપિંગ મોલનો છે. અજય દેવગન એક ઈલેક્ટ્રિક સૂટકેસ સ્કૂટરની રાઈડની મજા માણી રહ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે કે – That’s how I Roll… હંમેશા ગંભીર રહેતા અજય દેવગનના ચહેરા પર સ્માઈલ જોઈ તેના ચાહકો ખુબ ખુશ થયા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

અજય દેવગનના ફેન્સ તેને ખુબ પ્રેમ આપે છે. અજય દેવગનને ટ્વિટર પર પોતાની ખુશીની આ ક્ષણનો વીડિયો પોતાના ફેન્સ સાથે શેર કર્યો હતો. તેના ફેન્સ એ આ વીડિયો ખુબ પંસદ કર્યો પણ કેટલાક યુઝરે તેને આ વાત પર ટ્રોલ કર્યો હતો.

યુઝર્સે આ રીતે કર્યો ટ્રોલ

 

 

 

 

લોકો એ અલગ અલગ બાબતે અજય દેવગનને ટ્રોલ કર્યો હતો. મોટાભાગના લોકોએ તેને વિમલ ગુટકાની એડને યાદ કરીને ટ્રોલ કર્યો હતો.

Next Article