AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Accident Video: ટ્રેક પર હાથ ધોઈ રહ્યો હતો યુવક, અચાનક ગતીથી આવેલી ટ્રેને લીધો અડફેટે અને જોત જોતામાં થઈ ગયુ મોત

ટ્રેનની ટક્કર એટલી જોરદાર હતી કે છોકરો ખૂબ જ ઝડપથી થોડે દૂર પડ્યો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું. આ અકસ્માતમાં મૃતકનો મિત્ર પણ ટ્રેનની અડફેટેથી પડી ગયો હતો, પરંતુ તેને એટલી ગંભીર ઈજા થઈ ન હતી.

Accident Video: ટ્રેક પર હાથ ધોઈ રહ્યો હતો યુવક, અચાનક ગતીથી આવેલી ટ્રેને લીધો અડફેટે અને જોત જોતામાં થઈ ગયુ મોત
Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 1:42 PM
Share

Shocking Video: સોશિયલ મીડિયા પર રોજ બરોજ હજારો વીડિયો શેર થતા હોય છે. જેમાં કેટલાક વીડિયો એટલા ખતરનાક હોય છે જે આપણી રુહ કંપાવી દે છે. ત્યારે આવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયો મુંબઈના મલાડ રેલ્વે સ્ટેશનનો હોવાનો વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે.

ભયંકર એક્સિડન્ટ

મુંબઈથી એક ખૂબ જ હેરાન કરનારો વીડિયો સામે આવ્યો છે. અહીં એક છોકરાને તેની થોડી બેદરકારીના કારણે દર્દનાક મોતનો સામનો કરવો પડ્યો હતો. આ વીડિયો જો કે 17 જૂનનો હોવાની જાણ થઈ છે, જે હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેટફોર્મની બાજુમાં બે છોકરાઓ હાથ ધોઈ રહ્યા છે. આ દરમિયાન તેજ રફતારથી ટ્રેન આવે છે અને તેમાંથી એક છોકરો ટ્રેનની અડફેટે આવી જાય છે અને ઉછળીને બીજી તરફ પડી જાય છે અને જમીન સાથે પટકાય છે. વાયરલ થઈ રહેલા આ વીડિયો મુજબ અકસ્માત એટલો ખતરા છે જે જોઈને કો ઈની પણ રુહ કાંપી ઉઠે.

ટ્રેનની અડફેટે આવ્યો યુવક

આ વાયરલ વીડિયો મુજબ બાળકોની ટોળકી પ્લેટફોર્મની બેન્ચ પર બેસીને નાસ્તો કરી રહી હતી. જે બાદ બે છોકરા હાથ ધોવા પ્લેટ ફોર્મથી ટ્રેનના ટ્રેક તરફ હાથ ધોવા આગળ વધે છે તેમાંથી એક હાથ ધોઈ પણ લેય છે જે બાદ બીજો મિત્ર ત્યાં હાથ ધોતો જ હોય છે ને રફતારથી ટ્રેન આવે છે અને તે ટ્રેનની સાથે અથડાઈ સીધો ઉછળીને બીજી તરફ પડી જાય છે.

માહિતી મળી છે કે મલાડ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર એક 17 વર્ષનો છોકરો તેના મિત્ર સાથે ટિફિન ખાઈ રહ્યો હતો. ભોજન કર્યા પછી, તે તેના મિત્ર સાથે પ્લેટફોર્મની કિનારે હાથ ધોવા લાગ્યો અને તે દરમિયાન બીજી બાજુથી એક હાઇ સ્પીડ એસી લોકલ ટ્રેન આવી અને છોકરાને ખરાબ રીતે ટક્કર મારતા આગળ વધી. આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા CCTV વીડિયોમાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો એટલો ડરામણો છે કે જે પણ તેને જોઈ રહ્યો છે તે દંગ રહી જશે.

મૃતકના મિત્રને પણ પહોંચી ઈજા

ટ્રેનની ટક્કર એટલી જોરદાર હતી કે છોકરો ખૂબ જ ઝડપથી થોડે દૂર પડ્યો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું. આ અકસ્માતમાં મૃતકનો મિત્ર પણ ટ્રેનની અડફેટેથી પડી ગયો હતો, પરંતુ તેને એટલી ગંભીર ઈજા થઈ ન હતી અને તેનો જીવ બચી ગયો હતો. પરંતુ તેનો મિત્ર તેની સામે આંખના પલકારામાં મૃત્યુ પામ્યો.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">