Funny Video : આ યુવાને એવુ પ્રેન્ક કર્યુ કે મિત્રની હવા ટાઈટ! પ્રેન્ક જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો

|

Nov 10, 2021 | 6:46 PM

આજકાલ સોશિયલ મીડિયા પર એક પ્રેન્ક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. તમે ભાગ્યે જ આ પહેલા આવો પ્રેન્ક જોયો હશે.

Funny Video : આ યુવાને એવુ પ્રેન્ક કર્યુ કે મિત્રની હવા ટાઈટ! પ્રેન્ક જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો
Funny Video goes viral

Follow us on

Funny Video: સોશિયલ મીડિયાની દુનિયામાં અવારનવાર પ્રેન્ક વીડિયો વાયરલ થતાં જોવા મળે છે. જેમાં કેટલાક પ્રેન્ક જોઈને લોકોને આશ્ચર્ય થતુ હોય છે, જ્યારે કેટલાક રમુજી પ્રેન્ક જોઈને લોકોને ખુબ હસવુ આવે છે. આજકાલ આવો જ એક પ્રેન્ક વીડિયો (Prank Video) ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક યુવાન તેના મિત્ર સાથે જે રીતે પ્રેન્ક કરે છે. તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પ્રેન્ક વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો તો તમે પ્રેન્ક વીડિયો જોયા જ હશે. પરંતુ હવે જે પ્રેન્ક વીડિયો સામે આવ્યો છે, તે તમે ભાગ્યે જ જોયો હશે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ સોફા પર સૂતો જોવા મળે છે. આ દરમિયાન તેના એક મિત્રને ટીખળ કરવાનું સુઝે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવાન તેના મિત્રના કાન પર ઈંડું મૂકે છે.

 

હવે તમે વિચારતા જ હશો કે આમાં મજાક શું છે? પરંતુ બાદમાં તે ઈંડું (Egg) મૂક્યા પછી કાનમાં ગલીપચી કરવા લાગે છે અને બાદમાં મચ્છર સમજીને આ યુવાન માથા પર તમાચો મારે છે, ત્યાં ઈંડુ ફુટી જાય છે. આ રમુજી વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet) પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

 

જુઓ વીડિયો

 યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે

વીડિયોમાં સોફા પર સૂતેલા વ્યક્તિએ જે સહનશીલતા દર્શાવી છે, તે ખરેખર પ્રશંસનીય છે. કારણ કે ઘણાને આ પ્રકારની મજાક બિલકુલ પસંદ નથી આવતી અને તેઓ ગુસ્સે થઈ જાય છે.પરંતુ આ યુવાન બિલકુલ શાંત જોવા મળી રહ્યો છે.

 

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર hepgul5 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. ફની કેપ્શન આપતા યુઝરે લખ્યું, ‘અને… શું થયું.’ આ પ્રેન્ક વીડિયો લોકોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. યુઝર્સ (Users) આ વીડિયો પર રમુજી પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: Video : મગર સાથે સ્ટંટ કરવા યુવકને ભારે પડ્યા ! ગુસ્સે થયેલા મગરે હુમલો કરતા યુવકના હાલ થયા બેહાલ

 

આ પણ વાંચો: Viral : યમુનામાંથી ઝેરી ફીણ દુર કરવા કેજરીવાલ સરકારની અનોખી કામગીરી ! સોશિયલ મીડિયા પર #ScientistKejriwal થયુ ટ્રેન્ડ

Next Article