Viral Video : સ્લો મોશનમાં મોરે ફેલાવી પાંખો, વીડિયો જોઇને તમારુ પણ મન થનગનાટ કરી ઉઠશે

|

Nov 30, 2021 | 7:29 AM

આ મનમોહક વીડિયો ધ અનએક્સપ્લેઇન્ડ નામના ટ્વિટર યુઝરે તેના એકાઉન્ટ પર શેર કર્યો છે. આને શેર કરતા તેણે તેના કેપ્શનમાં લખ્યું, “અમેઝિંગ. આ જોઈને યુઝર્સ પણ સુંદર કોમેન્ટ કરી રહ્યા છે.

Viral Video : સ્લો મોશનમાં મોરે ફેલાવી પાંખો, વીડિયો જોઇને તમારુ પણ મન થનગનાટ કરી ઉઠશે
Viral Video

Follow us on

જો તમે ઇન્ટરનેટની (Internet) દુનિયામાં એક્ટિવ હશો તો તમે ઘણા બધા વાયરલ વીડિયો (Viral Video) જોયા હશે જે રોજ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થતા હોય છે. આમાં કેટલાક વીડિયો ખૂબ ફની (Funny Video) હોય છે જેને જોયા બાદ તમારો દિવસ બની જાય તો કેટલાક વીડિયો તમને વિચારવા પર મજબૂર કરી દે છે.

આ વાત તો તમે જાણો જ છો કે સોશિયલ મીડિયા કોઇને પણ રાતો રાત સ્ટાર બનાવી શકે છે. પરંતુ આજે એક અબોલું પ્રાણી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યુ છે. અમે વાત કરી રહ્યા છીએ એક મોરની. આ મોર પોતાના પિંછા ફેલાવીને સુંદર કળા કરી રહ્યુ છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

આ વીડિયોમાં એક મોર જંગલમાં પોતાની પાંખો ફેલાવતો જોવા મળી રહ્યો છે. જેના કારણે મોરની સુંદરતા જોવા મળી રહી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે મોર ખૂબ જ સુંદરતાની સાથે તેની પાંખો ફેલાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને ઘણા લોકો મોરની આ અલગ સ્ટાઈલના દિવાના થઈ જશે.

આ મનમોહક વીડિયો ધ અનએક્સપ્લેઇન્ડ નામના ટ્વિટર યુઝરે તેના એકાઉન્ટ પર શેર કર્યો છે. આને શેર કરતા તેણે તેના કેપ્શનમાં લખ્યું, “અમેઝિંગ. આ જોઈને યુઝર્સ પણ સુંદર કોમેન્ટ કરી રહ્યા છે. આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે આવો વીડિયો જોયા બાદ દરેક વ્યક્તિ ખુશ થઈ જશે. તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું કે આ એક અદ્ભુત નજારો છે, આવી સુંદર ક્ષણો જોવાની તક કોણ ગુમાવવા માંગશે? એક તરફ અન્ય યુઝરે લખ્યું કે આ પૃથ્વી પરના દરેક જીવની વિશેષતા લોકોને ખુશ કરી શકે છે. જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે આવા વીડિયોથી વધુ સારું કંઈ હોઈ શકે નહીં.

સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ વીડિયોને જોરદાર શેર કર્યો છે. આ અદ્ભુત વીડિયો જોયા પછી ચોક્કસ તમારી આંખોને રાહત મળશે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 41 લાખથી વધુ વ્યૂઝ અને એક લાખ ત્રીસ હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ આવા વીડિયોનો દબદબો રહે છે, જે લોકોનું ધ્યાન ઝડપથી પોતાની તરફ ખેંચે છે.

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 30 નવેમ્બર: કર્મચારીઓની પ્રવૃત્તિઓ સંબંધિત કેટલીક સમસ્યાઓ ઊભી થશે, પરંતુ દિવસ દરમ્યાન સ્થિતિ સામાન્ય બનશે

આ પણ વાંચો –

Tapi: પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે LRD ની ટ્રેનિંગ માટે આવ્યો હતો યુવાન, આ દરમિયાન મોત થતા ચકચાર

 

Next Article