AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dance Video: યુવકે પોતાના ડાન્સથી મચાવી ધમાલ, લોકોએ કહ્યુ આની સામે તો છોકરીઓ પણ ફેલ છે

Dance Video: યુવકના આ ફની ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, 'ડીજે પર કર્યો શાનદાર ડાન્સ '. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 મિલિયન એટલે કે 20 લાખથી વધુવાર જોવાઈ ચુક્યો છે.

Dance Video: યુવકે પોતાના ડાન્સથી મચાવી ધમાલ, લોકોએ કહ્યુ આની સામે તો છોકરીઓ પણ ફેલ છે
યુવકનો આ શાનદાર ડાન્સ જોયો ?Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 9:55 PM
Share

Dance Video: લગ્નોમાં વિવિધ પ્રકારના ડાન્સ જોવા મળે છે. કેટલાક નાગિન ડાન્સ કરતા જોવા મળે છે તો કેટલાક મૂર્ગા ડાન્સ કરી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. જો કે કેટલાક લોકો ખૂબ જ સારી રીતે ડાન્સ કરતા પણ જોવા મળે છે, જેને જોવાની મજા પણ આવે છે. તેના એક-એક સ્ટેપ ઘણા સુંદર હોય છે. તમે જોયું જ હશે કે ઘણી વખત જે લોકો ડાન્સની એબીસીડી પણ નથી જાણતા, તેઓ પણ લોકોને ડાન્સ કરતા જોઈને ડાન્સ ફ્લોર પર કૂદી પડે છે અને પછી તેમના ડાન્સથી સહુ કોઈને ચકિત કરી દે છે.

અત્યારે સોશિયલ મીડિયા પર એક ખૂબ જ સુંદર ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક બોલિવૂડના ગીત પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક યુવક સ્કાર્ફ પહેરીને સ્ટેજ પર શરૂઆત કરે છે. બેકગ્રાઉન્ડમાં ‘છત પે સોયા થા બહનોઈ…’ ગીત વાગે છે અને છોકરો હુબહુ છોકરીઓ જેવા અંદાજમાં નાચવા લાગે છે. તેના હાવભાવ એક્દમ છોકરીઓ જેવા જ લાગી રહ્યા છે, જાણે કોઈ છોકરી જ ડાન્સ કરી રહી હોય. તેણે એક્સપ્રેશન્સ પણ એવા જબરદસ્ત આપ્યા છે કે જોવાની મજા આવે છે.

જો કે, છોકરાઓ ભાગ્યે જ સ્ત્રી ગાયકોના ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે માત્ર ડાન્સ જ નથી કરતા પણ એટલો ધમાકેદાર ડાન્સ પણ કરે છે કે બધાને ચોંકાવી દે છે. આ છોકરાનો ડાન્સ પણ એવો જ છે.

જુઓ છોકરાનો આ ફની ડાન્સ

આ મજાનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર dancersunnyarya નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘ડીજે પર કિયા જબરદસ્ત ડાન્સ’. અત્યાર સુધીમાં આ વીડિયોને 2 મિલિયનથી વધુ એટલે કે 20 લાખથી વધુ વાર જોવાઈ ચુક્યો છે. જ્યારે 1 લાખ 45 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ ફની રિએક્શન્સ આપ્યા છે.

આ પણ વાંચો: બાબા જેક્સનનો ડાન્સ જોયો કે નહીં? એવા પગ થિરકાવ્યા કે લોકોએ કહ્યુ- સિલાઈ મશીન ચાલી રહ્યુ છે, જુઓ Video

એક યુઝરે લખ્યું છે કે, ‘ક્યા એક્સપ્રેશન્સ હૈ ભાઈ… છોકરીઓ પણ નથી કરી શકતી’, જ્યારે અન્ય યુઝરે તેના ડાન્સને ‘સુપર ડાન્સ’ ગણાવ્યો છે, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે, ‘વાહ મજા આવી ગઈ’. આખું કોમેન્ટ બોક્સ છોકરાના ડાન્સની પ્રશંસાથી ભરેલુ છે.

Follow Us
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">