Viral Video : હોડી પર ચડાવ્યું બાઇક પછી સીધુ નદીમાં જઇને રોક્યું,વીડિયો જોઇ તમને પણ આવશે હસવું

|

Aug 12, 2021 | 1:37 PM

તાજેતરમાં જ એક એવો જબરદસ્ત વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇ તમે હાસ્ય નહી રોકી શકો. આ વીડિયો જોઇ તમને સમજણ નહી પડે કે વ્યક્તિની હાલત પર સંવેદનાઓ દેખાડીએ કે તેની મુર્ખામી પર હસીએ.

Viral Video : હોડી પર ચડાવ્યું બાઇક પછી સીધુ નદીમાં જઇને રોક્યું,વીડિયો જોઇ તમને પણ આવશે હસવું
સાંકેતિક તસ્વીર

Follow us on

સોશિયલ મીડિયાની દુનિયામાં તમને ક્યારે શું જોવા મળી જાયે તેના વિશે કંઇ કહી શકાય નહીં. યૂઝર્સ એકથી એક જોરદાર વીડિયો શેર કરતા રહે છે. જેને જોઇ લોકોને ઘણુ મનોરંજન જોવા મળે છે. કેટલાક મામલા તો એવા હોય છે જેને જોઇને લોકોને આશ્ચર્ય થઇ જાય છે. તાજેતરમાં જ એક એવો જબરદસ્ત વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇ તમે હાસ્ય નહી રોકી શકો. આ વીડિયો જોઇ તમને સમજ નહી પડે કે વ્યક્તિની હાલત પર સંવેદનાઓ દેખાડીએ કે તેની મુર્ખામી પર હસીએ.

ખૂબ ઝડપથી પોપ્યુલર થઇ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાના બાઇકને બોટ પર ચડાવાની કોશિશ કરી રહ્યો છે. ત્યારે એની સાથે કંઇક એવુ થાય છે કે જેને જોઇ આપ પણ એક પળ માટે ડરી જશો. હકીકતમાં આ વ્યકિત કિનારે રાખેલી લાકડીના સહારે જેવુ પોતાનુ બાઇક હોડી પર ચઢાવે છે તે એને કંટ્રોલ નથી કરી શકતો અને સીધો નદીમાં પડે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બોટ પર ઉભેલો વ્યક્તિ તેને બચાવવાની કોશિશ કરે છે પણ ત્યાં સુધી તે પાણીમાં પડી જાય છે. વીડિયો જોઇને એવુ લાગે છે કે વ્યક્તિએ બાઇક ચડાવ્યુ તો હોડી પર હતું પરંતુ તેને રોક્યુ સીધુ નદીમાં જઇને. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર endgallbaat નામના એકાઉન્ટથી આ વીડિયો ક્લિપ શેર કરવામાં આવી છે. જેણે પણ આ વીડિયો જોયો તે પોતાનુ હસવુ રોકી શકતા નથી. ન માત્ર લોકો આ વીડિયોને એકબીજા સાથે શેર કરી રહ્યા છે પરંતુ લોકો આના પર અલગ-અલગ પ્રકારના કમેન્ટ અને રિએક્શન પણ આપી રહ્યા છે. કેટલાક લોકોએ તેને બાઇકવાળાની મુર્ખામી કહી તો કેટલાક લોકો એવા પણ હતા જેમને તેની ચિંતા થઇ કે પાણીમાં પડ્યા બાદ તે સહી સલામત બહાર આવી શક્યો કે નહી

 

આ પણ વાંચોViral Video: 50 ફુટ ઉંડા કુંવામાં પડી મહિલા, ફાયર વિભાગના કર્મચારીઓ કર્યુ રેસ્ક્યૂ, જુઓ રેસ્ક્યૂનો VIDEO

આ પણ વાંચોShravan-2021: ક્યાં બિરાજમાન થયું છે દેવાધિદેવ મહાદેવનું સૌથી દુર્લભ મૂર્તિ રૂપ ? જાણો ‘સમાધિશ્વર’નું રહસ્ય

Next Article