AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Crisis : ‘મારી પાસે ચપ્પલ બદલવાનો પણ સમય ન હતો, કોઇ રૂપિયા લઇને નથી ભાગ્યો’ : અશરફ ગની

અશરફ ગનીએ જણાવ્યુ કે તેમને દુબઇમાં નથી રહેવું અને તે ઘર વાપસી કરવા માટે વાતચીત કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે જો હુ ત્યાં રહેતો તો એક નિર્વાચિત રાષ્ટ્રપતિને અફઘાનોની નજર સમક્ષ ફરીથી ફાંસી આપવામાં આવતી.

Afghanistan Crisis : 'મારી પાસે ચપ્પલ બદલવાનો પણ સમય ન હતો, કોઇ રૂપિયા લઇને નથી ભાગ્યો' : અશરફ ગની
Afghanistan president video message from UAE
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 9:12 AM
Share

દેશ છોડીને ભાગેલા રાષ્ટ્રપતિ અશરફ ગનીનું બુધવારે UAE માં સ્વાગત કરવામાં આવ્યુ હતુ. UAE થી તેમણે અફઘાનિસ્તાનના (Afghanistan) નાગરીકો માટે પહેલો સંદેશ મોકલ્યો છે. દેશ છોડીને ભાગવાના આરોપોને તેમણે નકારીને અફવા માત્ર ગણાવી છે. તેમણે કહ્યુ કે 4 કાર અને રૂપિયાથી ભરેલા હેલિકોપ્ટર લઇને ભાગવાની વાત ખોટી છે.

તેમણે કહ્યુ કે તેમણે કાબુલ ફક્ત માર-કાટથી બચવા માટે છોડ્યુ છે. ગનીએ જણાવ્યુ કે તેમની પાસે શૂઝ બદલવાનો પણ સમય ન હતો. એ દિવસે તે રાષ્ટ્રપતિ ભવનથી એજ સેન્ડલ પહેરીને નિકળ્યા હતા જે તેમણે તે દિવસે પહેરી રાખ્યા હતા.

ગનીએ જણાવ્યુ કે એ વાત પર વિશ્વાસ ન કરો જેમાં તમને જણાવવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિએ તમને વેચી નાખ્યા અને ફાયદા અને પોતાનો જીવ બચાવવા માટે ભાગી ગયા. તેમણે કહ્યુ કે આ બધા આરોપો નિરાધાર છે અને હુ તે બધાનું ખંડન કરુ છુ. મારી પાસે અફઘાનિસ્તાન છોડતી વખતે એટલો પણ સમય ન હતો કે હુ ચંપલ બદલીને શૂઝ પહેરુ.

UAE ના વિદેશ બાબતો અને આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રાલયે આ વાતની પુષ્ટી કરી હતી કે યુએઇએ માનવીય આધાર પર રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના પરિવારનું દેશમાં સ્વાગત કર્યુ હતુ. આની પહેલા તે ક્યાં હતા તેને લઇને કોઇ સ્પષ્ટ જાણકારી નથી. એક રિપોર્ટ્સ પ્રમાણે તેઓ ઓમાન, તાઝિકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન અથવા તો લેબનન ભાગી ગયા હશે.

અશરફ ગનીએ જણાવ્યુ કે તેમને દુબઇમાં નથી રહેવું અને તે ઘર વાપસી કરવા માટે વાતચીત કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે જો હુ ત્યાં રહેતો તો એક નિર્વાચિત રાષ્ટ્રપતિને અફઘાનોની નજર સમક્ષ ફરીથી ફાંસી આપવામાં આવતી. ગનીએ જણાવ્યુ કે તાલિબાનીઓએ કાબુલમાં આવુ ન કરવાની સંધી હોવા છતાં કાબુલમાં એન્ટ્રી કરી છે.

તેમણે એ પણ જણાવ્યું કે તેઓ સત્તાના શાંતિપૂર્ણ પરિવર્તનના પક્ષમાં હતા પરંતુ તેમને અફઘાનિસ્તાનમાંથી કાઢી મુકવામાં આવ્યા. તેમણે તાલિબાની અને પૂર્વ રાષ્ટ્રપતિ કરજઇ અને વરિષ્ઠ અધિકારી અબ્દુલ્લા વચ્ચે ચર્ચાનું સમર્થન કર્યુ અને જણાવ્યુ કે તેઓ આ પ્રક્રિયાની સફળતા ઇચ્છે છે.

આ પણ વાંચો –

Multibagger stock: આ સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં 375% સુધી રિટર્ન આપી રોકાણકારોને કર્યા માલામાલ, શું છે તમારા પોર્ટફોલિયોમાં ?

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 19 ઓગસ્ટ: આજે કામમાં વ્યસ્તતા હોવા છતાં પરિવાર અને મિત્રો સાથે આનંદમાં પસાર થશે સમય

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 19 ઓગસ્ટ: આજે પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે થઈ શકે છે વિવાદ, વાણી વર્તન પર નિયંત્રણ જરૂરી

Follow Us
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
g clip-path="url(#clip0_868_265)">