Joe Biden Viral Video: સાઈકલ પરથી પડ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, પછી કંઈક આપ્યું આવું રિએક્શન

|

Jun 19, 2022 | 11:07 AM

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન(Joe Biden)ની એક પ્રતિક્રિયા લોકોના દિલ જીતી રહી છે. કેટલાક લોકો આના પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે તો કેટલાક લોકો બાઈડનના વખાણ પણ કરી રહ્યા છે.

Joe Biden Viral Video: સાઈકલ પરથી પડ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, પછી કંઈક આપ્યું આવું રિએક્શન
Joe Biden Viral Video
Image Credit source: Twitter

Follow us on

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં રાષ્ટ્રપતિ જો બાઈડન સાઈકલ ચલાવતી વખતે અચાનક પડી ગયા હતા. તે સાયકલ પરથી પડ્યા બાદ તરત જ ઉભા થતા જોવા મળે છે. આ દરમિયાન તેમની પ્રતિક્રિયા લોકોના દિલને સ્પર્શી જાય છે. તેમના રિએક્શન પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે. બાઈડન શનિવારે તેમના ઘરની નજીક સાયકલ (Joe Biden Viral Video)ચલાવી રહ્યા હતા. તે જ સમયે તે અચાનક સાયકલ પરથી પડી ગયા હતા.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની એક પ્રતિક્રિયા લોકોના દિલ જીતી રહી છે. કેટલાક લોકો આના પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે તો કેટલાક લોકો બાઈડનના વખાણ પણ કરી રહ્યા છે. ત્યારે બન્યું એવું કે શનિવારે સવારે બાઈડન તેમના ઘરની નજીક સાયકલ ચલાવી રહ્યા હતા. તેમની સાથે અન્ય લોકો પણ હતા. આ દરમિયાન તેઓ અચાનક સાઈકલ પરથી પડી જાય છે. જોકે તેમને કોઈ ઈજા થઈ નથી. ચાલો પહેલા વીડિયો જોઈએ.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

કોઈ ઈજા નથી

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં 79 વર્ષીય રાષ્ટ્રપતિ પડી ગયા બાદ તરત જ ઉભા થતા જોવા મળી રહ્યા છે. તેઓ ડેલાવેરમાં તેમના બીચ હાઉસ પાસે સાયકલ ચલાવી રહ્યા હતા. અચાનક પડી ગયા પછી તેમણે કહ્યું કે તેમને કોઈ ઈજા થઈ નથી. તેમણે પોતે ઉભા થઈને કહ્યું કે હું ઠીક છું. જો કે, આ ઘટના બાદ તરત જ યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટોએ રાષ્ટ્રપતિને ઉભા થવામાં મદદ કરી હતી.પરંતુ તેઓ પોતે ‘હું ઠીક છું’ કહીને ઉભા થયા અને કહ્યું કે તેમનો પગ ફસાઈ ગયો હતો જેના કારણે તેઓ પડી ગયા હતા.

બાઈડન મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા

રાષ્ટ્રપતિ બાઈડન અને તેમની પત્ની જીલ બાઈડન સવારે સાયકલ પર નીકળ્યા હતા. આ દરમિયાન અનેક શુભેચ્છકો પણ તેમની સાથે હતા. તેઓ હેલ્મેટ પહેરીને સાયકલ ચલાવી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે તેઓ સાઈકલ પરથી ઉતરવા લાગ્યા ત્યારે તેમનો પગ ફસાઈ ગયો અને તેઓ પડી ગયા હતા.

વ્હાઇટ હાઉસે નિવેદન બહાર પાડ્યું

આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ વ્હાઇટ હાઉસ તરફથી એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે બાઈડનને કોઈ તબીબી સહાયની જરૂર નથી. રાષ્ટ્રપતિ પણ આગામી દિવસો તેમના પરિવાર સાથે વિતાવવા માટે ઉત્સુક છે.

Published On - 11:07 am, Sun, 19 June 22

Next Article