Viral Video: દિવાલ પર પ્લાસ્ટર કરવાનો ગજબનો જુગાડ, વીડિયો જોઈ હસ્યા વગર નહીં રહી શકો

|

May 02, 2022 | 10:41 AM

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં શખ્સે જે ટેકનિકનો ઉપયોગ કર્યો છે તે એકદમ ફની છે. વીડિયો જોયા પછી તમે ચોક્કસ હસી પડશો. લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.

Viral Video: દિવાલ પર પ્લાસ્ટર કરવાનો ગજબનો જુગાડ, વીડિયો જોઈ હસ્યા વગર નહીં રહી શકો
Funny video of Unique technique
Image Credit source: Instagram

Follow us on

કેટલીકવાર એવા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે, જે લોકોને ન માત્ર આશ્ચર્યચકિત જ નહીં પરંતુ તેમને હસાવે પણ છે. જો કે સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારના વીડિયો વાયરલ (Viral Videos) થતા રહે છે, પરંતુ લોકો ફની વીડિયો (Funny Videos) જોવાનું વધુ પસંદ કરે છે. આવો જ એક વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોતા જ તમે હસવા લાગશો. તમે ઘરો બાંધતા અને દિવાલોને પ્લાસ્ટર કરતા જોયા હશે, સામાન્ય રીતે લોકો દિવાલોને પ્લાસ્ટર કરવા માટે સીડીઓનો ઉપયોગ કરે છે, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં શખ્સે જે ટેકનિકનો ઉપયોગ કર્યો છે તે એકદમ ફની છે. વીડિયો જોયા પછી તમે ચોક્કસ હસી પડશો.

વાસ્તવમાં, આ વીડિયોમાં એક શખ્સ સિમેન્ટના સોલ્યુશનને ઉપાડીને દિવાલ પર ફેંકતો જોવા મળે છે. તેમનો ટાર્ગેટ તો ઠીક, પણ સૌથી મોટી વાત એ છે કે આખરે પ્લાસ્ટરનું લેવલ કરવા માટે તેણે સીડીઓ ચઢવી પડશે, તો પછી આ બધું કરવાની શું જરૂર હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જો કે એવું પણ છે કે તે એકલો જ કામ કરતો હોય તેવું લાગે છે, આવી સ્થિતિમાં તે તેના માટે મુશ્કેલ છે. સામાન્ય રીતે આ કામમાં બે-ત્રણ લોકોની જરૂર પડે છે, પરંતુ અહીં માત્ર એક જ શખ્સ ચણતર કામ કરતો હોય છે એટલે સ્વાભાવિક છે કે કામ જેમતેમ થશે.

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર beautiffulgram નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1 લાખ 66 હજાર વ્યૂઝ મળ્યા છે, જ્યારે 3800થી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. આ વીડિયો જોયા બાદ લોકો અલગ-અલગ પ્રકારના ઈમોજી શેર કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે આ વીડિયો કેટલો ફની છે, જે લોકોને હસાવી રહ્યો છે.

આ પણ વાંચો: Viral: સામાન શિફ્ટ કરવાની આવી ટ્રિક તમે ક્યારેય નહીં જોઈ હોઈ, લોકોએ કહ્યું ‘માસ્ટર ઓફ જુગાડ’

આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશખબર, વૈજ્ઞાનિકોએ ડુંગળીની એક નવી જાત વિકસાવી, અનેક ગુણોથી ભરપૂર આ જાત આપશે મબલખ ઉત્પાદન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article