
વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ ક્યારેક એવી ઘટનાઓ બને છે જે માનવતા અને કાયદાકીય પ્રક્રિયાઓ સામે અનેક સવાલો ઉભા કરે છે. ઓડિશાના કિયોંઝર જિલ્લામાં બનેલી એક ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. એક આદિવાસી વ્યક્તિ પોતાની મૃત બહેનના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા માટે પુરાવા તરીકે તેનું ‘હાડપિંજર’ લઈને બેંકમાં પહોંચી ગયો હતો. આ દ્રશ્ય જોઈને બેંકના કર્મચારીઓ અને ત્યાં હાજર લોકોના હોશ ઉડી ગયા હતા.
કિયોંઝર જિલ્લાના દિયાનાલી ગામમાં રહેતા 50 વર્ષીય જીતુ મુંડાની મોટી બહેન કાલરા મુંડાનું 26 જાન્યુઆરી, 2026 ના રોજ અવસાન થયું હતું. જીતુને તેની બહેનના ખાતામાં જમા રહેલા 20,000 રૂપિયાની જરૂર હતી. જીતુનો આરોપ છે કે તે અનેકવાર બેંકના ધક્કા ખાતો હતો, પરંતુ બેંકના અધિકારીઓ તેને ખાતાધારકને હાજર કરવા માટે દબાણ કરી રહ્યા હતા. હારી થાકીને જીતુએ પોતાની બહેનની કબર ખોદી અને પુરાવા તરીકે તેનું કંકાલ બેંકમાં લઈ આવ્યો.
Odisha Man had to dig up his sister’s skeleton as proof to claim the money in her account.
I haven’t seen hell but I am sure even that is better than this. pic.twitter.com/O6uksiUPy1
— Roshan Rai (@RoshanKrRaii) April 28, 2026
આ ઘટના વાયરલ થયા બાદ ઈન્ડિયન ઓવરસીઝ બેંકે પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. બેંકના જણાવ્યા અનુસાર:
Clarification on Reported Incident at Odisha Grameen Bank of claimant bringing sister’s skeleton for death claim process
We would like to address recent media reports regarding an incident at one of the branches of our sponsored Regional Rural Bank, Odisha Grameen Bank.
The…— Indian Overseas Bank (@IOBIndia) April 28, 2026
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, જીતુ મુંડા એક નિરક્ષર આદિવાસી છે જે બેંકિંગની જટિલ પ્રક્રિયાઓથી અજાણ હતો. બેંક અને ગ્રાહક વચ્ચે સંવાદના અભાવે આ ગંભીર પરિસ્થિતિ પેદા થઈ છે. તપાસમાં બહાર આવ્યું છે કે કાલરા મુંડાના ખાતામાં જે નોમિનીનું નામ હતું, તેનું પણ અવસાન થઈ ચૂક્યું છે, જેના કારણે જીતુ એકમાત્ર દાવેદાર બને છે.
સ્થાનિક પ્રશાસને હવે આ મામલે હસ્તક્ષેપ કર્યો છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે જીતુ મુંડાને તેની બહેનના મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવામાં મદદ કરવામાં આવશે અને વહેલી તકે તેને બેંકના પૈસા અપાવવામાં આવશે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે જ્યારે કાગળની કાર્યવાહી અને ગરીબી વચ્ચે ટકરાવ થાય છે, ત્યારે સત્ય સાબિત કરવા માટે માણસ કોઈ પણ હદ સુધી જઈ શકે છે.
નોંધ: આ લેખમાં કરવામાં આવેલા દાવાઓ Social Media વિડિઓઝ અને ઇન્ટરનેટ પર મળેલી માહિતી પર આધારિત છે. TV9Gujaratiતેમની ચોકસાઈ અથવા સત્યતા માટે જવાબદારી સ્વીકારતું નથી.