Ajab Gajab News : હોઈ કાંઈ….! 3 દિવસોમાં કરી 7 મોટા દેશોની યાત્રા, આ બે ભારતીયોએ બનાવ્યો અનોખો વિશ્વ રેકોર્ડ

|

Jan 11, 2023 | 7:25 AM

Ajab Gajab News : જો તમને પૂછવામાં આવે કે, તમે 3 દિવસમાં કેટલા શહેરોની મુલાકાત લઈ શકો છો, તો સ્વાભાવિક રીતે તમે વધુમાં વધુ 5-6 શહેરોના નામ જણાવશો, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, આ બંને ભારતીયોએ માત્ર ત્રણ દિવસમાં 7 મોટા દેશોની સફર કરી છે અને બધાથી ઝડપી મુસાફરી કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.

Ajab Gajab News : હોઈ કાંઈ....! 3 દિવસોમાં કરી 7 મોટા દેશોની યાત્રા, આ બે ભારતીયોએ બનાવ્યો અનોખો વિશ્વ રેકોર્ડ
Guinness world record

Follow us on

ભારતીય લોકો કોઈ બાબતમાં ઓછા નથી, બલ્કે કોઈ બાબતમાં તેઓ દુનિયાથી આગળ નીકળી જાય છે. વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં પણ ભારતીયો ઘણા આગળ છે અને એવા રેકોર્ડ બનાવે છે કે દુનિયા જોતી જ રહી જાય છે. આજકાલ આવા જ બે ભારતીયો વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે, જેમણે એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે કોલકાતાથી મેલબોર્ન સુધી પોતાની સફળતાનો ધ્વજ લહેરાવ્યો છે અને માત્ર પોતાનું જ નહીં પરંતુ દેશનું પણ નામ રોશન કર્યું છે. આ બંને ભારતીયોએ ત્રણ દિવસમાં એટલી સફર કરી છે કે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.

તમે ફરવા ગયા જ હશો. જો તમને પૂછવામાં આવે કે તમે 3 દિવસમાં કેટલા શહેરોની મુલાકાત લઈ શકો છો, તો સ્વાભાવિક રીતે તમે વધુમાં વધુ 5-6 શહેરોના નામ જણાવશો, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ બંને ભારતીયોએ માત્ર ત્રણ દિવસમાં 7 મોટા દેશોની સફર કરી છે અને બધાથી ઝડપી મુસાફરી કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જુઓ આ અનોખા વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર આ બે ભારતીયોના નામ ડૉ. અલી ઈરાની અને સુજોય કુમાર મિત્રા છે. આ અનોખી સફર માટે તેમને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટમાં લખવામાં આવ્યું છે કે, તેણે સાતેય ખંડોની સફર પૂર્ણ કરવામાં કુલ ત્રણ દિવસ, એક કલાક, 5 મિનિટ અને 4 સેકન્ડનો સમય લીધો હતો. આ ખરેખર એક ખૂબ જ અનોખો રેકોર્ડ છે. તેણે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં 7 ડિસેમ્બર 2022ના રોજ તેની યાત્રા પૂર્ણ કરી. તેમની યાત્રામાં એશિયાથી આફ્રિકા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિક અને ઓશિનિયા દેશોનો સમાવેશ થાય છે.

ભારતીયોની આ સિદ્ધિ પર સમગ્ર દેશને ગર્વ છે. સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે આ 2023ના સૌથી સારા સમાચાર છે તો કેટલાક તેમને અભિનંદન આપી રહ્યા છે. ઘણા યુઝર્સે કોમેન્ટમાં એમ પણ લખ્યું છે કે ‘દેશનું નામ રોશન કરવા બદલ અભિનંદન’. ગિનીસ વર્લ્ડ રેકોર્ડના સર્ટિફિકેટ સાથેની તસવીર ખુદ ડૉ. અલી ઈરાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

Next Article