ભારતના વીર યોદ્ધા શિવાજી મહારાજની 391મી જયંતી, PM મોદીએ આપી શ્રદ્ધાંજલી

|

Feb 19, 2021 | 4:41 PM

ભારતના ઈતિહાસના વીર યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની 391મી જયંતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલી પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને તેમના સાહસ, બુદ્ધિમતાને દેશવાસીઓ માટે પ્રેરણા રૂપ કહ્યુ છે.

ભારતના વીર યોદ્ધા શિવાજી મહારાજની 391મી જયંતી, PM મોદીએ આપી શ્રદ્ધાંજલી

Follow us on

ભારતના ઈતિહાસના વીર યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની 391મી જયંતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલી પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને તેમના સાહસ, બુદ્ધિમતાને દેશવાસીઓ માટે પ્રેરણા રૂપ કહ્યુ છે. ભારત માતાના અમર સપૂત છત્રપતિ શિવાજી મહારાજને શત શત નમન. તેમનો સાહસ, અદભૂત શૌર્ય અને અસાધારણ બુદ્ધિમતાની ગાથા સમગ્ર દેશવાસીઓને સદીઓ સુધી પ્રેરણા આપતી રહેશે.

 

મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજીએ 1670માં મુગલોની સેનાને ધૂળ ચટાડી હતી અને સિંહગઢ કિલ્લા પર પોતાનો તિરંગો લહેરાવ્યો હતો. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630ના રોજ પૂણેના શિવનેરી કિલ્લામાં થયો હતો, તેઓ નાનપણમાં પોતાના મિત્રો સાથે યુદ્ધ અને કિલ્લાઓ જીતવાની રમતો રમતા હતા અને યુવાવસ્થામાં આવતા જ તેમની રમત હકીકતમાં બદલાઈ ગઈ. બાળપણમાં તેમની માતા તેમને રામાયણ અને મહાભારતની કથાઓ સંભળાવતા હતા. શિવાજી મહારાજે તેમના જીવનના અંત સુધી હિન્દુ મૂલ્યોનું રક્ષણ કર્યુ હતુ.

 

શિવાજી મહારાજ પર મુસ્લીમ વિરોધી હોવાનો આરોપ લાગ્યો હતો, પરંતુ તે હકીકત નથી શિવાજી મહારાજની સેનામાં કેટલાક મુસ્લીમ સૈનિકો પણ હતા. જેમાં કેટલાક મુસ્લીમ સરદાર અને સૂબેદાર પણ હતા. 6 જુન 1674ના રોજ એમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો અને શિવાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના પ્રથમ રાજા બન્યા હતા. તેઓ ક્યારે જાતિ ભેદભાવમાં માનતા ન હતા. શિવાજી પ્રભાવશાળી યોદ્ધા સાથે એક સારા વહીવટકર્તા પણ હતા. આ ઉપરાંત તેમની સેનામાં પણ અનેક મુસ્લિમો અને અન્ય જાતિઓના યોદ્ધા હતા.

Next Article