Trending Video : ટોયલેટ પુરુષોનું અને સુવિધા મહિલાઓની! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવી દીધા, જુઓ વીડિયો

પુરુષોના ટોઈલેટમાં લગાવવામાં આવેલા સેનિટરી પેડ વેન્ડિંગ મશીનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ,આ વીડિયો ઉત્તરાખંડનો છે. નેટીઝન્સ આ વીડિયો પર વિવિધ રીતે ટિપ્પણીઓ કરી રહ્યા છે.

Trending Video : ટોયલેટ પુરુષોનું અને સુવિધા મહિલાઓની! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવી દીધા, જુઓ વીડિયો
Image Credit source: AI
| Updated on: Oct 09, 2026 | 11:58 AM

શું તમે ક્યારેય વિચાર્યું કે, જે ટોયલેટનો ઉપયોગ પુરુષો કરતા હોય છે. ત્યાં સેનિટરી પેડનું વેડિંગ મશીન લગાવવામાં આવે તો શું થાય. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈ લોકો ચોંકી ગયા છે. વિચારી રહ્યા છે કે,આવી ભૂલ કોણે કરી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અવનવી વાતો કરી રહ્યા છે. મીમ્સ પણ બની રહ્યા છે.

પુરુષોના વોશરુમમાં સેનિટરી પેડ મશીન કેમ લગાવવામાં આવ્યું?

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, પુરુષોના વોશરુમની દીવાલ પર સૈનિટરી પેડનું વેડિંગ મશીન લગાવવામાં આવ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ઉત્તરાખંડની કોઈ કોલેજ અથવા કોચિંગ સેન્ટરનો છે. પરંતુ સ્પષ્ટ થયું નથી કે, આ મશીન કોને અને કેમ લગાવ્યું છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ લોકો અવનવી કોમેન્ટ કરી રહ્યા છે.

લોકોએ રિએક્શન આપ્યું

વીડિયો વાયરલ થતાં જ લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું લૈંગિક સમાનતા. કેટલાક લોકોએ તો નામ પણ આપી દીધું હતુ કે,MENstruation. તો કેટલાક લોકોએ સરકારને આને એક મોટું કામ ગણાવ્યું છે. લોકો આ વીડિયો પર ખુબ હસી રહ્યા છે.

 

 

 

ભલે લોકો આ વીડિયો પર હસી રહ્યા છે. પરંતુ ભારતમાં પીરિયડ્સ અને સ્વચ્છતા સાથે જોડાયેલી વસ્તુઓ આજે પણ એક ગંભીર મુદ્દો છે. શાળા અને સાર્વજનિક સ્થળો પર આી મશીન મહિલાઓની મદદ માટે લગાવવામાં આવે છએ. જેનાથી જરુર પડે તો આ પેડનો ઉપયોગ કરી શકે.

જાન્યુઆરી 2026 માં, સુપ્રીમ કોર્ટે ડૉ. જયા ઠાકુર વિરુદ્ધ ભારત સંઘ કેસમાં એક સીમાચિહ્નરૂપ નિર્ણય આપ્યો. કોર્ટે જણાવ્યું હતું કે પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતા અને સ્વચ્છતાનો અધિકાર જીવનના અધિકારનો એક ભાગ છે. કોર્ટે અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે ,મહિલાઓને સ્વચ્છ શૌચાલય, સેનિટરી પેડ્સ અને યોગ્ય નિકાલ સુવિધાઓ મળે જેથી તેમના શિક્ષણ કે આરોગ્ય પર અસર ન પડે.

Disclaimer : આ સમાચાર વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને નેટીઝન્સ તરફથી મળેલી પ્રતિક્રિયાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આ વિડિઓમાં કરવામાં આવેલા કોઈપણ દાવાની પુષ્ટિ કરતું નથી.

 

Trending Video : ભાઈ આ છે ફરવાનો સાચો જુસ્સો, બાઈક – કાર છોડી રિક્ષા લઈ સ્પિતી ફરવા નીકળ્યો વિદેશી, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.