AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : ભાઈ આ છે ફરવાનો સાચો જુસ્સો, બાઈક – કાર છોડી રિક્ષા લઈ સ્પિતી ફરવા નીકળ્યો વિદેશી, જુઓ Video

સ્પીતી વેલીના ઉંચા પહાડો અને વળાંક વાળા રસ્તા પર બ્રિટિશ પ્રવાસી રિક્ષા લઈને સફર કરતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Trending Video : ભાઈ આ છે ફરવાનો સાચો જુસ્સો, બાઈક - કાર છોડી રિક્ષા લઈ સ્પિતી ફરવા નીકળ્યો વિદેશી, જુઓ Video
Image Credit source: AI
| Updated on: Sep 27, 2026 | 11:11 AM
Share

હિમાચલ પ્રદેશની સ્પીતી વેલી પોતાની સુંદર વેલીની સાથે સાથે મુશ્કેલ રસ્તાઓ અને પહાડો માટે ફેમસ છે. અહી સફર કરવું સરળ હોતું નથી. ત્યારે જયારે 2 વિદેશી પ્રવાસીઓ આ રસ્તાઓ પર રિક્ષા લઈ પહોંચ્યા તો. ભારતીય પ્રવાસીઓ પણ ચોંકી ગયા છે. બંને બ્રિટિશ પ્રવાસીઓ રિક્ષા લઈ ખુલ્લે આમ ફરી રહ્યા હતા. તેની સફર હિમાચલ પ્રદેશની ઉંચાઈ વાળા વિસ્તારથી થઈ રાજસ્થાનના જેસલમેર જવા સુધીની હતી. સ્પીતીના મુશ્કેલ રસ્તાઓ પર રિક્ષાથી સફર કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જ્યારે સ્પીતી વેલીની વાત આવે તો પ્રવાસીઓ બાઈક અથવા મોંઘી કાર લઈને અહી ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. ત્યારે વિદેશી પ્રવાસીની રિક્ષા સાથે મુસાફરી જોઈ પ્રવાસીઓ પણ ચોંકી ગયા છે. કહી રહ્યા છે કે, અહી પહોંચવા માટે મોંઘીદાટ કાર કે બાઈકની જરુર નથી. માત્ર તમારો આત્મવિશ્વાસ હોવો જોઈએ.

View this post on Instagram

સફરને બનાવી એડવેન્ચર

વીડિયો જે વ્યક્તિ બનાવી રહ્યો છે. તે કહી રહ્યો છે કે, જો તમે ખરેખર ફરવાના શૌખીન છો. તો કોઈ પણ વસ્તુને તમે રોમાંચક સફરમાં બદલી શકો છો. બ્રિટેશ પ્રવાસીની આ સફર પણ આ અંદાજમાં જોવા મળી રહી છે. સ્પીતીના ઉંચા પહાડો રસ્તાઓ બદલાતું હવામાન આ સફરને વધુ પડકારજનક બનાવે છે. આ કારણ છે કે, ઓટોથી સ્પીતી ફરતા આ પ્રવાસીનો વીડિયોએ લોકોને ફરવા માટે વધુ ઉત્સાહિત કર્યા છે.

રિક્ષામાં મુસાફરી કરી

ઇંગ્લેન્ડના બે પ્રવાસીઓ, જેઓ રિક્ષામાં ભારત પ્રવાસ પર નીકળ્યા હતા, તેનો આ વીડિયો એક ભારતીય સોલો ટ્રાવેલરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. પોસ્ટમાં તેમણે કહ્યું, “હું તાબોથી કાઝા તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન, હું બે વિદેશી પ્રવાસીઓને મળ્યો, જેઓ રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા. ઇંગ્લેન્ડના આ બે પ્રવાસીઓ સ્પિતીના આટલા ઊંચા અને પડકારજનક રસ્તાઓ પર રિક્ષામાં મુસાફરી કરી રહ્યા છે. જે રસ્તાઓ પર આપણે ઘણીવાર બાઇક કે કાર દ્વારા મુસાફરી કરવામાં અચકાતા હોઈએ છીએ, ત્યાં આ બંને રિક્ષામાં પૂરા વિશ્વાસ સાથે મુસાફરી કરી રહ્યા છે. તેમની અનોખી સ્ટાઈલ જોઈને મને પણ આશ્ચર્ય થયું.

Trending Video: એક વ્યક્તિએ ઉકળતી ચામાં નાંખ્યો iPhone 18 Pro Max, પછી જે થયું લોકો ચોકી ગયા, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">