Trending Video: એક બાઈક પર ચાર પોલીસ કર્મી સવાર, એ પણ હેલમેટ વિના, જનતા કરે તો ચાલાન કટ, પોલીસ કરે તો “નો ઈફ બટ”
આજકાલ એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમા એક બાઈક પર ચાલ ખાખી ધારીઓ જઈ રહ્યા છે. યસ એક બાઈક પર ચાર પોલીસ કર્મી જઈ રહ્યા છે. અને સરેઆમ ટ્રાફિકના નિયમોનો ભંગ થઈ રહ્યો છે. જુઓ આ વીડિયો.
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમા એકસાથે ચા ખાખી વર્દી ધારી એક જ બાઈક પર સવાર થઈ ને જઈ રહ્યા છે. એક નહીં, બે નહીં, પરંતુ ચાર-ચાર. યસ… અને ચારેય પોલીસકર્મીઓ પૈકી બાઈક ચલાવનાર પોલીસકર્મીએ હેલ્મેટ પણ નથી પહેર્યુ. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો બિહારના પટનાનો હોવાનું સામે આવ્યુ છે. કાયદાનો પાઠ ભણાવનારી ખાકી ખુદ જ્યારે આ નિયમોનો આ રીતે ઉલાળિયો કરે તો કાર્યવાહી તો થવી જ જોઈએ.
પટનાની સડકો પર એક બાઈક પર ચાર પોલીસકર્મીનો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ તુરંત કાર્યવાહી કરવામાં આવી છે. પટના ટ્રાફિક એસપી એ તેના પર તુરંત એક્શન લીધુ અને બાઈક ચલાવી રહેલા હોમગાર્ડ જવાન અભય સિન્હા સહિત ચારેય પોલીસ કર્મી સામે ખાતાકીય કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
પટના ટ્રાફિક પોલીસે તેમના એક્સ હેન્ડલ પર પણ આ ચારેય પોલીસકર્મીઓની ફોટો પોસ્ટ કરી છે અને જણાવ્યુ કે “વીડિયો વાયરલ થયા બાદ તેની ખરાઈ કરવામાં આવી તો આ વીડિયો 30 જૂનનો છે. બાઈક ચલાવી રહેલા હોમગાર્ડ જવાન મુખ્યાલયમાં કાર્યરત છે. હેલમેટ વિના ઓવરલોડિંગ બાઈક સવારી બાબતે 2000 રૂપિયાનો મેમો ફટકારાયો છે.”
હાલ બાઈક ચલાવી રહેલા પોલીસકર્મી સામે વિભાગીય તપાસ શરૂ કરી દેવાઈ છે. એસપીએ સ્પષ્ટ કર્યુ છે કે બાઈક ચાલક પોલીસકર્મીનું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. હાલ પોલીસ પ્રશાસન વીડિયો શહેરના ક્યા વિસ્તારનો છે તેની તપાસ કરી રહ્યુ છે.