Trending Video : ભારતથી 15 હજાર કિમી દૂર ગણેશોત્સવ, બરફમાંથી બનાવ્યા ગણેશજી !
ભારતથી લગભગ 15 હજાર કિલોમીટર દૂર આવેલા એન્ટાર્કટિકામાં ભારતીય વૈજ્ઞાનિકોએ આ વખતે અનોખી રીતે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી. માઈત્રી રિસર્ચ સ્ટેશન પર વૈજ્ઞાનિકોએ બરફમાંથી ભગવાન ગણેશજીની મૂર્તિ બનાવી અને તેની સાથે ઉત્સાહપૂર્વક ગણેશોત્સવ મનાવ્યો.

ભારતથી લગભગ 15 હજાર કિલોમીટર દૂર આવેલા એન્ટાર્કટિકામાં ભારતીય વૈજ્ઞાનિકોએ આ વખતે અનોખી રીતે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી. આ અનોખી ઉજવણી એન્ટાર્કટિકામાં આવેલા માઈત્રી રિસર્ચ સ્ટેશન પર કરવામાં આવી હતી. અહીં નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ ઓશન રિસર્ચ (NCPOR)ની ટીમના વૈજ્ઞાનિકોએ બરફમાંથી ગણેશજીની સુંદર મૂર્તિ તૈયાર કરી હતી. આ ખાસ પ્રસંગનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @anirudhdhar દ્વારા શેર કરવામાં આવ્યો છે.
બરફના ગણેશજી
વીડિયોમાં વૈજ્ઞાનિકોની ટીમ બરફને આકાર આપીને ગણેશજીની મૂર્તિ બનાવતી જોવા મળે છે. અત્યંત ઠંડા અને પડકારજનક વાતાવરણ વચ્ચે ટીમના સભ્યોએ સાથે મળીને મૂર્તિ તૈયાર કરી હતી. ત્યારબાદ સૌએ સાથે મળીને ગણેશજીની પૂજા કરી અને આરતી ઉતારી.
એન્ટાર્કટિકામાં હોવા છતાં ગણેશોત્સવની ઉજવણીનો અંદાજ ભારતના ઘરો અને પંડાલોમાં જોવા મળે તેવી જ લાગણીથી ભરેલો હતો. પૂજા દરમિયાન ગણેશજીને પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને મોદક પણ મૂકવામાં આવ્યા હતા. એટલે કે ભારતથી હજારો કિલોમીટર દૂર હોવા છતાં તહેવાર સાથે જોડાયેલી લાગણી અને પરંપરા જળવાઈ રહી હતી.
વિસર્જનની અનોખી રીત
જોકે, સમગ્ર ઉજવણીમાં સૌથી વધુ ધ્યાન ગણેશ વિસર્જનની અનોખી રીતએ ખેંચ્યું. સામાન્ય રીતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન નદી, તળાવ અથવા સમુદ્રમાં કરવામાં આવે છે. પરંતુ અહીં મૂર્તિ બરફમાંથી બનાવવામાં આવી હોવાથી વૈજ્ઞાનિકોએ પર્યાવરણને અનુકૂળ રીતે વિસર્જન કર્યું.
પાણીથી ભરેલી ડોલમાં ગણેશજીના મૂર્તિનું વિસર્જન
ટીમે બરફમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિને બહાર લઈ જવાને બદલે સ્ટેશનની અંદર જ પાણીથી ભરેલી એક ડોલમાં મૂકી હતી. પાણીના સંપર્કમાં આવતા જ બરફની મૂર્તિ ધીમે-ધીમે પીગળવા લાગી અને થોડા સમય બાદ પાણીમાં ફેરવાઈ ગઈ.
અનિરુદ્ધ ધરે વીડિયો શેર કરતી વખતે લખ્યું હતું કે ઘરથી લગભગ 15 હજાર કિલોમીટર દૂર તેમણે ઈકો-ફ્રેન્ડલી વિસર્જનને અલગ જ સ્તરે પહોંચાડ્યું. તેમણે પોતાના સાથીદારોને બરફમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવાનો શ્રેય આપતા ‘ગણપતિ બાપ્પા મોરિયા’ પણ લખ્યું હતું.
વિસર્જનની રીત લોકોને આવી પસંદ
વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે પણ પ્રશંસા કરી. કોઈએ બરફમાંથી બનાવેલા ગણેશજીને ખૂબ સુંદર ગણાવ્યા, તો કોઈએ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આટલી શ્રદ્ધા સાથે તહેવાર ઉજવવા બદલ ટીમની પ્રશંસા કરી. ખાસ કરીને બરફની મૂર્તિ અને તેના અનોખા વિસર્જનની રીત લોકોને ખૂબ પસંદ આવી.
જુઓ Video
View this post on Instagram
‘
