Trending Video : બ્રેડ ખાવાથી ખરેખર કેન્સર થાય છે? વાયરલ દાવામાં કેટલું સત્ય છે ! જાણો

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ચર્ચામાં છે. આ વીડિયો YouTube Shorts પર @MasalaKnowledge નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રેડ ખાવાથી કેંસર થઈ શકે છે.

Trending Video : બ્રેડ ખાવાથી ખરેખર કેન્સર થાય છે? વાયરલ દાવામાં કેટલું સત્ય છે ! જાણો
Bread Cancer Risk
Image Credit source: iStock
| Updated on: Aug 22, 2026 | 10:08 AM

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ચર્ચામાં છે. જેમાં બ્રેડ, ખાસ કરીને વ્હાઇટ બ્રેડ, પેકેટબંધ જ્યૂસ, કોલ્ડ ડ્રિંક, મેદાથી બનેલી વસ્તુઓ અને પ્લાસ્ટિકની બોટલને કેન્સરના વધતા જોખમ સાથે જોડવામાં આવી છે. આ દાવો YouTube Shorts પર @MasalaKnowledge નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલા વીડિયોમાં કરવામાં આવ્યો છે. વીડિયોમાં બ્રેડને કેન્સર કોઝિંગ એજન્ટ તરીકે રજૂ કરવામાં આવી છે. બ્લૂબેરી જેવા ફળોને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાવવામાં આવ્યા છે.

વ્હાઇટ બ્રેડ અને મેદાથી બનેલી વસ્તુઓ ટાળવી જોઈએ

વીડિયોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે વ્હાઇટ બ્રેડ અને મેદાથી બનેલી વસ્તુઓ ટાળવી જોઈએ. તેમાં ભટુરા જેવી મેદાની વાનગીઓ, પેકેજ્ડ જ્યૂસ અને કોલ્ડ ડ્રિંકથી પણ દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. જોકે માત્ર બ્રેડ ખાવાથી કેન્સર થાય છે એવો સીધો વૈજ્ઞાનિક નિષ્કર્ષ કાઢી શકાય નહીં. કેન્સરનું જોખમ વ્યક્તિની સમગ્ર લાઇફસ્ટાઇલ, ડાયટ, વજન, ધુમ્રપાન, આલ્કોહોલ, શારીરિક પ્રવૃત્તિ અને અન્ય અનેક પરિબળો સાથે જોડાયેલું હોય છે.

અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી

ખાસ કરીને પેકેજ્ડ અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનું વધુ પ્રમાણમાં સેવન સ્વાસ્થ્ય માટે યોગ્ય માનવામાં આવતું નથી. તેથી બ્રેડ પસંદ કરતી વખતે તેની સામગ્રી અને પોષકતત્ત્વોની માહિતી તપાસવી મહત્વપૂર્ણ હોય છે. શક્ય હોય તો હોલ-ગ્રેન અથવા વધુ ફાઇબરવાળી બ્રેડ પસંદ કરી શકાય છે. તે જ રીતે, પેકેટબંધ કોલ્ડ ડ્રિંક્સ અને મેદાથી બનેલી વસ્તુઓનું વધુ સેવન ટાળવું અને તાજા ફળો, શાકભાજી, આખા અનાજ તથા સંતુલિત આહારને પ્રાધાન્ય આપવું વધુ યોગ્ય છે.

આથી વાયરલ વીડિયોમાં કરાયેલા દાવાને સંપૂર્ણ સત્ય માનીને કોઈ ખાદ્યપદાર્થને ઝેર ગણવાને બદલે, વૈજ્ઞાનિક પુરાવા અને નિષ્ણાતોની સલાહના આધારે આહાર અંગે નિર્ણય લેવો જરૂરી છે.

નોંધ : આ સ્ટોરી સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટ પર આધારિત છે. તેની TV9 ગુજરાતી દ્વારા સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી. સ્વાસ્થ સંબંધિત જાણકારનો સંપર્ક કરવો

આ પણ વાંચો, Trending Video : શું તમે પણ કોર્પોરેટ નોકરીથી કંટાળ્યા છો ? આ માતાએ પ્રોપર્ટી લિસ્ટ કરીને કમાયા ₹21 લાખ !

 

Follow Us
Loading...
Unable to load recommendations.