AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : કર્મ કરવા ગયો અને કાંડ થઈ ગયો…ઓટોચાલકે મદદનો પ્રયાસ કર્યો તો વૃદ્ધની સાયકલ પલટી ગઈ

વાયરલ વીડિયોમાં એક વૃદ્ધ માણસ ભારે સામાન ભરેલી સાયકલ-રિક્ષાને ફ્લાયઓવર પર ચઢાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. તીવ્ર ચઢાણને કારણે તેમને ખૂબ પરસેવો વળી રહ્યો હતો.

Trending Video : કર્મ કરવા ગયો અને કાંડ થઈ ગયો...ઓટોચાલકે મદદનો પ્રયાસ કર્યો તો વૃદ્ધની સાયકલ પલટી ગઈ
auto viral video
| Updated on: Oct 13, 2026 | 3:30 PM
Share

સોશિયલ મીડિયાની દુનિયામાં આપણને ઘણીવાર એવા વીડિયો જોવા મળે છે જેમાં ઈરાદા તો નેક હોય છે, પરંતુ પરિણામ તેનાથી તદ્દન વિપરીત આવે છે. આવી જ એક રમુજી છતાં થોડી પીડાદાયક ઘટના ઓનલાઈન વાયરલ થઈ રહી છે, જેમાં એક ઓટો-રિક્ષા ચાલકે સાયકલ ચાલક એક વૃદ્ધને મદદ કરવાનું નક્કી કર્યું. ઈરાદો સારો હતો, પરંતુ ઉતાવળ અને ‘દેશી’ જુગાડના મિશ્રણે સારા કામને આફતમાં ફેરવી નાખ્યું અને ક્ષણભરમાં બધું જ બગડી ગયું.

ફ્લાયઓવરના ચઢાણ પર ‘દેશી’ રીતે પગ વડે ધક્કો મારવો

વાયરલ વીડિયોમાં એક વૃદ્ધ માણસ ભારે સામાન ભરેલી સાયકલ-રિક્ષાને ફ્લાયઓવર પર ચઢાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. તીવ્ર ચઢાણને કારણે તેમને ખૂબ પરસેવો વળી રહ્યો હતો. તે જ સમયે, પાછળથી એક ઓટો-રિક્ષા આવી; તેમાં બેઠેલા યુવકે દયાભાવથી પોતાનો પગ બહાર કાઢ્યો અને ચઢાણ સરળ બનાવવા માટે પાછળથી રિક્ષા ચાલક સાયકલને ધક્કો મારવાનું શરૂ કર્યું.

સંતુલન ખોરવાયું અને રસ્તા પર સર્જાયો ‘મોયે-મોયે’ જેવો માહોલ.

થોડા મીટર સુધી બધું બરાબર ચાલ્યું, પરંતુ જેમ જેમ ગતિ વધી, તેમ સંતુલન જાળવવું મુશ્કેલ બની ગયું. ઓટો અને સાયકલ-રિક્ષા વચ્ચેનો તાલમેલ અચાનક ખોરવાઈ ગયો. જોખમનો અહેસાસ થતાં યુવકે ઝડપથી પોતાનો પગ પાછો અંદર ખેંચી લીધો. ટેકો છૂટી જતાં વૃદ્ધ માણસે સંતુલન ગુમાવ્યું અને ભારે સામાન ભરેલી તેમની રિક્ષા ફ્લાયઓવરની વચ્ચે જ જોરદાર રીતે પલટી ગઈ. સદભાગ્યે, પાછળથી કોઈ વાહન પૂરપાટ ઝડપે આવી રહ્યું ન હતું; નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ શકત.

સોશિયલ મીડિયા યુઝર્સે મજાક ઉડાવતા કહ્યું-કર્મ કરવા ગયાને કાંડ થયો

વીડિયો સામે આવતા જ લોકો હસી-હસીને લોથપોથ થઈ ગયા. કોમેન્ટ સેક્શનમાં લોકો ઓટો-રિક્ષા ચાલકના ઈરાદાના વખાણ કરી રહ્યા છે અને સાથે જ તેના ‘દેશી જુગાડ’ પર હસી પણ રહ્યા છે. એક યુઝરે લખ્યું: “તે વ્યક્તિ ખરેખર મદદ કરવા માંગતો હતો, પરંતુ તે ભૌતિક વિજ્ઞાનના નિયમો ભૂલી ગયો.” અન્ય એક વ્યક્તિએ ટિપ્પણી કરી: “કર્મ કરવા ગયાને કાંડ થયો’ જેવો કિસ્સો છે; પેલા કાકાને થતું હશે કે તેના કરતાં તો કંઈ ન કર્યું હોત તો સારું હતું.” બીજી તરફ, અન્ય એક યુઝરે કટાક્ષ કર્યો: “તેઓ ભલું કરવા નીકળ્યા હતા, પણ પરિણામે મોટી મુસીબત ઊભી થઈ ગઈ.”

Trending Video : જીવના જોખમે યુવકે કર્યું સાયકલિંગ, વીડિયો જોઈને આંખો પહોળી થઈ જશે!, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં
Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં
સ્ટાફને 'પરિવાર' માનીને ચાંદીની થાળીમાં બોનસ રૂપે આપ્યા 1-1 લાખ રૂપિયા
સ્ટાફને 'પરિવાર' માનીને ચાંદીની થાળીમાં બોનસ રૂપે આપ્યા 1-1 લાખ રૂપિયા
અમદાવાદમાં LCB ત્રાટકી: ₹17.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
અમદાવાદમાં LCB ત્રાટકી: ₹17.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ભાવનગરમાં જળસંકટને રોકવા તાત્કાલિક બોર તળાવને ભરવાની ઉઠી માગ
ભાવનગરમાં જળસંકટને રોકવા તાત્કાલિક બોર તળાવને ભરવાની ઉઠી માગ
જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ
જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ
નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ
નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">