AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : કાર લઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો શખ્સ, અચાનક ધસી ગઈ જમીન અને ફસાઈ કાર

રસ્તાની સપાટી બેસી જતાં નીચેની મસ મોટો ભૂવો પડી ગયો છે. બાંધકામ વિસ્તારની આસપાસ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હોવા છતાં, રસ્તો અચાનક ધસી પડવાની ઘટના એ સવાલો ઊભા કર્યા છે.

Trending Video : કાર લઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો શખ્સ, અચાનક ધસી ગઈ જમીન અને ફસાઈ કાર
car viral video
| Updated on: Oct 09, 2026 | 4:12 PM
Share

ચેન્નાઈમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં રસ્તા પરથી કાર લઈને પસાર થઈ રહેલા શખ્સ સાથે અચાનક એવી ઘટના બને છે કે જોનારાઓ પણ ચોંકી જાય. ટાઈડલ પાર્ક (TIDEL Park) મેટ્રો બાંધકામ સ્થળ નજીક અચાનક રસ્તો ધસી પડ્યો અને મોટો ખાડો પડી ગયો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી કાર સીધી ખાડામાં ખાબકી ગઈ અને પલટી ગઈ. ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

આ ઘટનાના ફોટા અને વીડિયો સામે આવતાં સ્થાનિક લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. રસ્તાની સપાટી બેસી જતાં નીચેની મસ મોટો ભૂવો પડી ગયો છે. બાંધકામ વિસ્તારની આસપાસ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હોવા છતાં, રસ્તો અચાનક ધસી પડવાની ઘટના એ સવાલો ઊભા કર્યા છે.

જમીન ધસી પડતા કાર ભૂવામાં ખાબકી

વીડિયોનો સૌથી ચોંકાવનાર વાત એ છે કે જમીન ધસી પડ્યા પછી મોટો ભૂવો થઈ જાય છે અને કાર તે ભૂવામાં ફસાઈ જાય છે. અકસ્માત બાદ વાહનની આસપાસ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને વીડિયોમાં નજીકના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ પણ જોવા મળે છે. શહેરી વિસ્તારોમાં મેટ્રોના બાંધકામ દરમિયાન ભૂગર્ભ માળખાગત સુવિધાઓ જેમ કે પાઈપલાઈન, ડ્રેનેજ સિસ્ટમ અને જમીનની સ્થિરતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે; આ બાબતોમાં કોઈપણ સમસ્યા ઉપરના રસ્તાને જોખમમાં મૂકી શકે છે. આવી ઘટનાઓ જાહેર સુરક્ષા અંગે ચિંતા વધારે છે.

બહેતર પરિવહન માટે મેટ્રો

ચેન્નાઈમાં મેટ્રોનો વિકાસ શહેરના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. બહેતર પરિવહન રસ્તાઓ પરના ટ્રાફિક જામને ઘટાડવામાં અને શહેરના વિવિધ ભાગો વચ્ચે જોડાણ સુધારવામાં મદદ કરી શકે છે. જોકે, મોટા માળખાગત પ્રોજેક્ટ્સ સાથે, બાંધકામની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ એટલી જ મહત્વપૂર્ણ બની જાય છે.

ક્રેન દ્વારા કાર બહાર કાઢવાનો પ્રયાસ

ટાઈડલ પાર્ક નજીક રસ્તો ધસી પડવાને કારણે શહેરની ગતિવિધિઓ થોડા સમય માટે થંભી ગઈ હતી. અહેવાલો અનુસાર, કારને બહાર કાઢવા માટે ક્રેનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, રાહતની વાત એ છે કે કોઈને ઈજા થઈ હોય કે મોટું નુકસાન થયું હોય તેવા કોઈ અહેવાલ નથી.

Viral Video : ચાલતી ટ્રેનમાં ચઢવા જતાં યુવકનો પગ લપસ્યો! દેવદૂત બની કોન્સ્ટેબલે બચાવ્યો જીવ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
g clip-path="url(#clip0_868_265)">