Viral Video : ઈન્ટરનેટ પર છવાયો આ માસુમ ! બાળકની હિંમત જોઇને લોકો પણ દંગ રહી ગયા

|

Oct 11, 2021 | 12:58 PM

હોસ્પિટલમાં એડમિટ થયેલા એક બાળકનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ માસુમની હિંમત જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Viral Video : ઈન્ટરનેટ પર છવાયો આ માસુમ ! બાળકની હિંમત જોઇને લોકો પણ દંગ રહી ગયા
Kids video Viral on Social Media

Follow us on

Viral Video :  સોશિયલ મીડિયા પર અવારનવાર બાળકોના વીડિયો વાયરલ થતા જોવા મળે છે,ક્યારેક બાળકોનો ડાન્સ અને ટેલેન્ટ જોઈને લોકોને પણ આશ્વર્ય થાય છે.પરંતુ શું તમે કોઈ બાળકને હોસ્પિટલમાં (Hospital) સોંગ ગાતા જોયા છે ? તાજેતરમાં આવો જ માસુમનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં બાળક પોતાના ઈલાજ કરવાની ચિંતાથી મુક્ત થઈને રોકસ્ટાર(Rock star) ના અંદાજમાં જોવા મળી રહ્યો છે. આ બાળકની હિંમતો જોઈને તમે પણ દંગ રહી જશો.

બિમારીની ચિંતા વગર મસ્ત અંદાજમાં જોવા મળ્યો માસુમ !

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો (Viral Video) લોકોના દિલ જીતી રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે,એક બાળક હોસ્પિટલમાં ઈલાજ કરાવી રહ્યો છે.પરંતુ આ ચિંતા છોડીને તે મસ્ત જોવા મળી રહ્યો છે.તે રોકસ્ટારના અંદાજમાં તેનુ મનપસંદ સોંગ ગાતો જોવા મળે છે.મળતી માહીતી મુજબ, મિગુએલ નામના આ બાળકને ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ (Gastroenteritis)માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, છતા તે મસ્ત મલંગ જોવા મળે છે.

જુઓ વીડિયો

બાળકની હિંમત કાબિલ -એ- તારીફ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી GoodNewsCorrespondent નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.આ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ (Users) લખ્યુ કે, આ બાળકની હિંમત લોકોને ઘણુ બધુ શીખવે છે.જ્યારે અન્ય લોકો પણ બાળકની પ્રંશશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા કેટલાક બેસ્ટ ટુચકાઓ અહીં વાંચો

આ પણ વાંચો : OMG ! 15 વર્ષની ઉંમરમાં બની માતા, 32 વર્ષે બની દાદી, ગજબની છે આ મહિલાની ઉપલબ્ધીઓ

Next Article