Cute Video : ડોગીએ રાતભર જાગીને માલિકના ઇજાગ્રસ્ત પગનું રાખ્યુ ધ્યાન, વીડિયો જોઇ લોકો બોલ્યા ‘આને કહેવાય વફાદારી’

|

Dec 01, 2021 | 8:02 AM

આ પહેલા પણ ડોગીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક કૂતરો બાળકને હોમવર્ક કરાવવામાં મદદ કરતો જોવા મળે છે. આ દરમિયાન બાળક કૂતરા સાથે પ્રેમથી પણ વર્તે છે અને તેને લાડ કરતો જોવા મળ્યો હતો.

Cute Video : ડોગીએ રાતભર જાગીને માલિકના ઇજાગ્રસ્ત પગનું રાખ્યુ ધ્યાન, વીડિયો જોઇ લોકો બોલ્યા આને કહેવાય વફાદારી
Viral Video

Follow us on

જો તમને પૂછવામાં આવે કે સૌથી વફાદાર પ્રાણી કોણ છે, તો તમે ચોક્કસપણે કૂતરાનું નામ આપશો. આ વાત પણ સાચી છે. ઘણા લોકો તેમના પાલતુ કૂતરાને તેમના પરિવારનો એક મહત્વપૂર્ણ સભ્ય માને છે. કૂતરાને સૌથી પ્રામાણિક અને વિશ્વાસપાત્ર પ્રાણી પણ માનવામાં આવે છે. તમે આ વાત તો સાંભળી જ હશે કે દુનિયામાં કૂતરો એકમાત્ર એવું પ્રાણી છે જે પોતાના કરતાં પોતાના માલિકનું ધ્યાન વધારે રાખે છે. હાલમાં જ આને લગતો એક વીડિયો સામે આવ્યો છે. આ જોયા પછી તમે પણ આ વાતને બિલકુલ સાચી માની લેશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કૂતરો તેના માલિકના મચકોડાયેલા પગની સંભાળ લેતો જોવા મળી રહ્યો છે. જે તેના માલિકને આઈસ પેક લગાવવાની સાથે તેની પીડાદાયક જગ્યા પર કિસ કરતો જોવા મળે છે અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ કૂતરો આખી રાત તેના માલિકના પગની રક્ષા કરતો રહ્યો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા આ સુંદર વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે તેના પર ફની કોમેન્ટ્સ પણ કરી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘જો તમને પૂછવામાં આવે કે સૌથી વફાદાર પ્રાણી કોણ છે, તો તમે ચોક્કસપણે કૂતરાનું નામ આપશો અને આ વીડિયો તેનો પુરાવો છે. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે કૂતરાની વફાદારી જોઈને મારો દિવસ બની ગયો.’ આ વીડિયો સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર Cuddlemydog નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું હતું કે “આટલી સારી રીતે સંભાળ લેનાર બીજુ કોણ હોય.” સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને લાખો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ડોગીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક કૂતરો બાળકને હોમવર્ક કરાવવામાં મદદ કરતો જોવા મળે છે. આ દરમિયાન બાળક કૂતરા સાથે પ્રેમથી પણ વર્તે છે અને તેને લાડ કરતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો –

UP Elcection: ચૂંટણી પહેલા PM મોદી યુપીના વિવિધ વિસ્તારોની ડિસેમ્બરમાં લેશે મુલાકાત, જનતાને ભેંટ કરશે કેટલીય યોજનાઓ

આ પણ વાંચો – Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 1 ડિસેમ્બર : નવું રોકાણ કરતા પહેલા જાણકાર વ્યક્તિની સલાહ લો, પારિવારિક વાતાવરણ સુખદ રહેશે

Next Article