આ મહિલા એક સમયે બીજાના ઘરે સફાઈ કરવાનું કરતી હતી કામ, હવે કરે છે કરોડોમાં કમાણી

|

Oct 05, 2021 | 11:53 PM

અમેરિકાની એક મહિલા પોતાનું ઘર ચલાવવા માટે અન્ય લોકોના ઘરે કચરા અને પોતા મારવાનું કામ કરતી હતી. પરંતુ હવે તેનું નસીબ બદલાઈ ગયું છે. આ મહિલા આજની તારીખમાં એટલી કમાણી કરે છે કે તમે કલ્પના પણ ન કરી શકો.

આ મહિલા એક સમયે બીજાના ઘરે સફાઈ કરવાનું કરતી હતી કામ, હવે કરે છે કરોડોમાં કમાણી
Courtney Ann with her husband Nick

Follow us on

એક સમયે અમેરિકાની એક મહિલા પોતાનું ઘર ચલાવવા માટે અન્ય લોકોના ઘરે કચરા અને પોતા મારવાનું કામ કરતી હતી. પરંતુ હવે તેનું નસીબ બદલાઈ ગયું છે. આ મહિલા આજની તારીખમાં એટલી કમાણી કરે છે કે તમે કલ્પના પણ ન કરી શકો. જો કે, આ મહિલાએ હવે આવા કામની શરૂઆત કરી છે, જેના કારણે તેના પરિવારજનોએ તેને નાપસંદ કરવાનું શરૂ કર્યું છે.

ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ, ટેક્સાસમાં રહેતી 38 વર્ષીય કર્ટની એન લોકોના ઘરોમાં સફાઇ કરીને પોતાનું ઘર ચલાવતી હતી. જ્યારે પતિ નિક માર્કેટિંગ ક્ષેત્રે નાનું કામ કરતો હતો. બંનેને બે પુત્રીઓ પણ છે. પતિ-પત્નીની આવકમાં ઘરનો ખર્ચો બરાબર ચાલતો ન હતો. પતિ વહેલી સવારે કામ માટે નીકળતો હોવાથી, કોર્ટેનીએ ઘરના તમામ કામો સંભાળવાના હતા. દીકરીઓને શાળાએ મૂકવાથી લઈને ઘર માટે વસ્તુઓ ખરીદવા સુધી, કર્ટની તમામ કામ કરતી હતી. આ પછી તેણીને મળતા સમયમાં અન્યના ઘરોની સફાઈ કરવાનું કામ કરતી હતી.

ઘરની નબળી આર્થિક સ્થિતિને કારણે કર્ટનીનું જીવન ખૂબ જ મુશ્કેલ હતું. તે હંમેશા સારા દિવસોના વિચારમાં ખોવાઈ જતી હતો. કોર્ટની કહે છે કે, તેનો પતિ નિક હંમેશા તેને કહેતો કે તે કોઈ મોડેલથી ઓછી નથી. આવી સ્થિતિમાં તેઓએ મોડેલોની જેમ બોલ્ડ ફોટા પણ લેવા જોઈએ અને તેમને સોશિયલ મીડિયા પર શેર કરવા જોઈએ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પછી, કોર્ટેનીએ પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક એકાઉન્ટ બનાવ્યું. પછી તેના પર તેના બોલ્ડ ફોટો શેર કરવાનું શરૂ કર્યું. થોડા દિવસો બાદ તેની ફેન ફોલોઈંગ ઘણી મોટી થઈ ગઈ. કર્ટની કહે છે કે, હવે તે ઈન્સ્ટાગ્રામ દ્વારા ઘણી કમાણી કરી રહી છે.

 

આ પણ વાંચો: SBI PO Recruitment 2021: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 2056 PO પોસ્ટ્સ માટે ભરતી જાહેર, જાણો કેવી રીતે કરવી અરજી

Published On - 11:46 pm, Tue, 5 October 21

Next Article