બેન્કમાંથી 68 કરોડ ચોરીને પ્રાઈવેટ જેટમાં બેસી ભાગી હતી આ મહિલા, બેન્કની તિજોરીમાં ભરી દીધા હતા કાગળ!

|

Jul 31, 2022 | 6:58 PM

હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર આવી જ એક ઘટનાની વાત વાયરલ થઈ રહી છે. એક મહિલાએ તેના પાર્ટનર સાથે મળીને એ બેન્ક લૂંટી લીધી જેમાં તે વર્ષોથી કામ કરતી હતી.

બેન્કમાંથી 68 કરોડ ચોરીને પ્રાઈવેટ જેટમાં બેસી ભાગી હતી આ મહિલા, બેન્કની તિજોરીમાં ભરી દીધા હતા કાગળ!
Viral news
Image Credit source: file photo

Follow us on

Trending News: વિશ્વમાં દરેક વ્યક્તિ ઈચ્છે કે તેની પાસે એટલા બધા પૈસા હોય, જેની મદદથી તે તેના પરિવારના અને પોતાના તમામ શોખ અને સપના પૂરા કરી શકે. કેટલીકવાર તો તેના માટે લોકો ખોટા કામ કરતા હોય છે. લોકો ચોરીના રવાડે ચડી જાય છે અને કેટલાક લોકો તો બેન્કને પણ ચૂનો લગાવી દે છે. હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર આવી જ એક ઘટનાની વાત વાયરલ થઈ રહી છે. એક મહિલાએ તેના પાર્ટનર સાથે મળીને એ બેન્ક લૂંટી લીધી, જેમાં તે વર્ષોથી કામ કરતી હતી અને જે રકમ તેણે લૂંટી હતી તે નાની ના હતી, લગભગ 68 કરોડનો ચૂનો તે બેન્કને લાગ્યો હતો. આ વાત જાણી સૌ ચોંકી ગયા હતા.

આ મામલો રશિયાનો છે. એક રિપોર્ટ અનુસાર ઈનેસા બ્રાન્ડેનબુર્ગ (Inessa Brandenburg) ફકત બેન્કમાં કામ જ નહોતી કરતી, તે બેન્કના માલિકોમાંથી એક હતી. તેનો સાથી બેન્કનો બોર્ડ ઓફ ડાયરેક્ટર હતો. તે બન્ને આ બેન્કના ઉચ્ચ અધિકારીઓ હતા. તેથી લોકો એ વાત પર વિશ્વાસ નથી થતો કે તેમણે બેન્ક લૂંટી હશે.

આ વર્ષમાં બની હતી ઘટના

આ ઘટના 2018ની છે. આ મહિલાએ રશિયાના ટયૂમેનની Siberian Bank for Reconstruction and Development નામની બેન્કના લોકરમાંથી લગભગ 67 કરોડ 49 લાખ ચોરી કર્યા હતા. તેણે તે પૈસાની જગ્યાએ તેમાં ખાલી કાગળો ભરી દીધા હતા. આ ચોરીની જાણ થાય તે પહેલા તે પ્રાઈવેટ જેટમાં બેસીને ભાગી ગઈ હતી. તેણે તેના પદનો લાભ લઈ આ ચોરી કરી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ વ્યક્તિ હતો ચોરીનો માસ્ટર માઈન્ડ

પોલીસ આ મહિલાને 4 વર્ષથી શોધી રહી હતી. આ કેસમાં પહેલા 3 લોકોની ધડપકડ કરવામાં આવી હતી. આ ચોરીમાં બેન્કનો કો-ઓનર અને બોર્ડ ચેરમેન રોમાન્યતા પણ સામેલ હતો. તેણે જ આ મહિલાનો ઉચ્ચ પદ આપ્યુ, જેથી તે મહિલા આ ચોરી કરી શકે. આમ, રોમાન્યતા આ ચોરીનો માસ્ટરમાઈન્ડ હતો. હાલમાં 4 વર્ષ બાદ આ મહિલા સ્પેનમાંથી પકડાઈ છે. તેને આ કેસમાં રશિયા ફરી લાવવામાં આવી છે. 4 વર્ષ બાદ આ ચોરીમાં સામેલ તમામ જેલના સળિયા ગણી રહ્યા છે. જલ્દી અમીર બનવાની ચાહ તેમને જેલ સુધી લઈ ગઈ હતી.

Next Article