Viral Video : આ વ્યક્તિએ અલગ સ્ટાઇલમાં ગ્રાહકોને પીરસી પાણીપુરી, વીડિયો જોઇ તમારા મોઢામાં પણ આવી જશે પાણી

|

Oct 28, 2021 | 7:56 AM

આ વીડિયોને 20 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સ પણ વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Viral Video : આ વ્યક્તિએ અલગ સ્ટાઇલમાં ગ્રાહકોને પીરસી પાણીપુરી, વીડિયો જોઇ તમારા મોઢામાં પણ આવી જશે પાણી
This person serves Gol Gappa to customers in a different style

Follow us on

આવીડિયો તે બધા લોકો માટે છે જેઓ ચાટ, ટિક્કી અને ગોલગપ્પા ખાવાનો શોખ ધરાવે છે. પાંદડામાં પાણીપુરી પીરસવામાં આવતા હોવાનું ક્યારેય સાંભળ્યું છે ? અમારા મતે નહીં, અમે તમને જણાવી દઈએ કે દિલ્હીના ચાંદની ચોક વિસ્તારના એક સ્ટ્રીટ ફૂડ વેન્ડર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે કારણ કે તે એક પાનમાં અનોખી સ્ટાઇલમાં ગોલ ગપ્પા પીરસે છે. તેનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેની સ્ટાઈલને ખૂબ પસંદ કરી રહ્યા છે.

ફૂડ બ્લોગર અર્જુન ચૌહાણે ચાંદની ચોકમાં પદમ ચાટ કોર્નર ખાતે સ્ટ્રીટ ફૂડ વિક્રેતા ગોલ ગપ્પા બનાવતા હોવાની ટૂંકી ક્લિપ પોસ્ટ કરી. આ વીડિયોને 20 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સ પણ વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા તેણે પૂરીમાં ચણા અને બટાકાનું સ્ટફિંગ ભર્યું અને પછી તેને દહીંમાં ડુબાડ્યું. આ પછી, તેણે પાંદડાની થાળીમાં ગોલ ગપ્પા પીરસ્યા અને ચટણી, સેવ અને મસાલાઓથી સજાવટ કરી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

તમે બધા oye.foodieee ના પેજ પર આ વીડિયો જોઈ શકો છો. વીડિયો પર એકસાથે લાખો લાઈક્સ અને કોમેન્ટ જોવા મળી રહી છે. તમે બધાએ એ વાત સાથે સહમત થવું પડશે કે આપણા દેશમાં પ્રતિભાની કોઈ કમી નથી. લોકો તેમના મગજનો ઉપયોગ કરીને નવું નવું કરતા રહે છે.

વીડિયો પર લોકોની કમેન્ટ વિશે વાત કરતા એક યુઝરે લખ્યું- આ વીડિયો જોયા બાદ હવે મને ચાટ ખાવાનું મન થાય છે. અન્ય એક યુઝરે લખ્યું – જ્યારે તે દેખાવમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, ત્યારે તે ખાવામાં પણ વધુ સ્વાદિષ્ટ હશે. તમને જણાવી દઈએ કે વાયરલ થઈ રહેલો આ વીડિયો અન્ય સોશિયલ મીડિયા પેજ પર જોવા મળી રહ્યો છે. અમને ખાતરી છે કે દિલ્હી-નોઈડાના લોકોએ આ વીડિયો જોયો જ હશે.

આ પણ વાંચો –

Mandi: બનાસકાંઠાના ડીસા APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6260 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો –

PM મોદી આજે 18મી આસિયાન-ભારત સમિટમાં લેશે ભાગ, આ મુદ્દાઓ પર રહેશે ફોકસ, વાંચો દેશ માટે શા માટે છે મહત્વનું ?

આ પણ વાંચો –

Farmers Protest: સિંઘુ બોર્ડર પર ઉભા રહેશે નિહંગ શીખ, પંચાયત બાદ કહ્યું- 80 ટકા લોકો નથી ઈચ્છતા કે અમે પીછેહઠ કરીએ

Next Article