Janmashtami 2021 :આ જન્માષ્ટમીએ રંગથી રીઝવો ‘રંગ રસીયા’ને, સઘળા મનોરથ થશે પૂર્ણ

જન્માષ્ટમીએ શ્રદ્ધાળુઓ બાળ ગોપાલને અદભુત શણગાર કરતા હોય છે. પણ, કહે છે કે આ દિવસે તમે તમારી જે મનશા છે તે અનુસાર રંગનો પ્રયોગ કરી બાળ ગોપાલનો શણગાર કરશો, તો તે વધુ ફળદાયી રહેશે. તેનાથી શ્રીકૃષ્ણ પ્રસન્ન થઈ તમારી મનશા પૂર્ણ કરશે !

Janmashtami 2021 :આ જન્માષ્ટમીએ રંગથી રીઝવો ‘રંગ રસીયા'ને, સઘળા મનોરથ થશે પૂર્ણ
રંગપ્રિય છે રંગ રસિયા શ્રીકૃષ્ણ !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 26, 2021 | 3:13 PM

શ્રીકૃષ્ણ (shree krishna) એટલે તો એવાં દેવ, કે જેમના રંગમાં રંગાયા વિના ભલાં કોણ રહી શકે ! તમામ દેવી-દેવતાઓમાં ભગવાન શ્રીકૃષ્ણ જ એવાં છે કે જે જીવનના તમામ રંગનો પરિચય આપે છે. અને મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિત વચ્ચે પણ સદાય સ્મિત રેલાવતા રહે છે. સદૈવ આનંદિત રહેનારા શ્રીકૃષ્ણ એટલે તો ભક્તોના વ્હાલા ‘રંગ રસિયા’. પણ, શું તમને ખબર છે કે આ રંગ રસિયાને તમે રંગની મદદથી પણ પ્રસન્ન કરી શકો છો ? મનશા અનુસાર રંગનો પ્રયોગ કરી તમે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરી શકો છો ? આવો, આજે તે જ સંદર્ભમાં વાત કરીએ.

જન્માષ્ટમીનો રૂડો અવસર નજીક છે. આ અવસરે શ્રદ્ધાળુઓ તેમના ઘરમાં રહેલાં બાળ ગોપાલને અદભુત શણગાર કરતા હોય છે. રૂડા વાઘા પહેરાવી તેના મીઠડા લેતા હોય છે. પણ, કહે છે કે આ દિવસે તમે તમારી જે મનશા છે તે અનુસાર રંગનો પ્રયોગ કરી બાળ ગોપાલનો શણગાર કરશો તો તે વધુ ફળદાયી રહેશે. તેનાથી શ્રીકૃષ્ણ તો પ્રસન્ન થશે જ, સાથે જ તમારી મનશા અનુસાર તે ફળની પ્રાપ્તિ પણ કરાવશે. ત્યારે આવો જાણીએ કે વિવિધ સમસ્યા હોય તો તેનાથી મુક્તિ અર્થે તેમજ કામનાની પૂર્તિ અર્થે બાળ ગોપાલને કયા રંગના કરશો શણગાર !

સમસ્યાથી મુક્તિ અર્થે જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય તેનાથી મુક્તિ અર્થે ઘરમાં રહેલ બાળ ગોપાલને અથવા કૃષ્ણની મૂર્તિને લાલ રંગનો શણગાર કરો. લાલ રંગના વસ્ત્રમાં સજ્જ કૃષ્ણને તમારી સમસ્યા કહેવાથી પણ તેનું સમાધાન થઈ શકે છે !

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

ધન વૃદ્ધિ અર્થે ઘરમાં લક્ષ્મીની પ્રાપ્તિ થાય અને ધનમાં વૃદ્ધિ થાય તે માટે બાળ ગોપાલને લાલ રંગનો શૃંગાર કરવો.

શાંતિ અર્થે ઘરમાં અને પરિવારમાં શાંતિ સ્થિર રહે તેવી ઈચ્છા હોય, તો તે માટે કેસરી રંગના વસ્ત્રથી બાળ ગોપાલને સજાવો.

અટકેલું કામ પૂર્ણ કરવા કોઈ કાર્ય આડે વારંવાર વિઘ્ન આવી રહ્યું હોય, કે અનેક પ્રયાસ છતાં વારંવાર કામ બગડી રહ્યું હોય તો, આ જન્માષ્ટમીએ ખાસ એક પ્રયોગ કરવો. શ્રીકૃષ્ણને ચાંદીના આભૂષણોથી શણગારવા. કૃષ્ણને ચાંદીના વરખનો શૃંગાર પણ કરી શકાય. કહે છે કે અટકેલાં કે બગડેલાં કામ આ પ્રયોગથી સુધરી જશે.

રોજગાર અર્થે નોકરી, ધંધા કે રોજગારમાં મુશ્કેલી કે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો હોય, કે સતત વાદ-વિવાદ થતો રહેતો હોય તો લાલાને લાલ ચંદનથી તિલક કરવું. અને લહેરાતા વસ્ત્ર ધારણ કરાવવા. કહે છે કે તેનાથી પ્રભુ ચોક્કસ રોજગાર સંબંધી સમસ્યાનું નિરાકરણ લાવશે.

સંતાનસુખ અર્થે જે દંપતિને સંતાનની કામના છે, તેમણે જન્માષ્ટમીએ કાન્હાને સફેદ શણગાર કરવો. સફેદ વસ્ત્ર, મસ્તક પર સફેદ ચંદનનું તિલક, સફેદ માળા પહેરાવવી. કહે છે કે પ્રભુને આ રીતે સજાવવાથી તે સંતાનસુખની પ્રાપ્તિ કરાવે છે.

પ્રતિષ્ઠા અર્થે જે વ્યક્તિને પ્રતિષ્ઠાની ઝંખના છે તેમણે શ્રીકૃષ્ણને ગુલાબી રંગના વસ્ત્ર પહેરાવવા. સાથે જ અષ્ટગંધથી તિલક કરવું.

કોર્ટ-કચેરી સંબંધી વિવાદથી મુક્તિ કોર્ટ કચેરીના વિવાદથી છૂટકારો મેળવવા માટે શ્રીકૃષ્ણને પીળા અને લાલ રંગના ચંદનથી તિલક કરવું જોઈએ. અને સાથે જ લાલ રંગના આભૂષણ ધારણ કરાવવા જોઈએ. કહે છે કે તેનાથી વિજયની પ્રાપ્તિ થાય છે.

સફળતા અર્થે જો તમારે કોઇ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, તો તેમાં સફળતા મેળવવા તમારે બાળ ગોપાલને નીલા રંગનો શણગાર કરવો. કહે છે કે તેમ કરવાથી સફળતાની શક્યતા અનેકગણી વધી જાય છે.

વિશેષ કૃપા અર્થે શ્રીકૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે તેમને સફેદ ચંદનનું તિલક અચૂક લગાવવું.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : જન્માષ્ટમીના દિવસે જરૂર કરો આ 10 કાર્ય, ભગવાન શ્રી કૃષ્ણ વરસાવશે કૃપા

આ પણ વાંચો : ભગવાન શ્રીકૃષ્ણની મુરલીમાં ઘણા રહસ્યો છુપાયેલા છે, જાણો તેની સાથે જોડાયેલી વસ્તુઓનું ધાર્મિક મહત્વ

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">