ભાગવા માટે આ ચોરે અપનાવી ગજબ ટ્રીક ! જોઈને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ,જુઓ VIDEO

|

Dec 10, 2021 | 1:16 PM

આજકાલ એક ચોરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ભાગવા માટે આ ચોર જે ટ્રીક અપનાવે છે,તે જોઈને તમે પણ ચોંકી જશો.

ભાગવા માટે આ ચોરે અપનાવી ગજબ ટ્રીક ! જોઈને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ,જુઓ VIDEO
Thief video goes viral

Follow us on

Funny Video : સામાન્ય રીતે પોલીસ (Police) અને ચોર (Thief) બંને એકબીજાની ખૂબીઓ અને ખામીઓથી સારી રીતે વાકેફ છે. એક તરફ જ્યાં પોલીસ સારી રીતે જાણે છે કે ચોર કઈ હદ સુધી જઈ શકે છે, ત્યારે ચોરો પણ સારી રીતે જાણે છે કે પોલીસ તેમની સાથે શું કરી શકે છે.આ દિવસોમાં આવો જ એક ચોરનો વીડિયો સોશિયલ મીડિયા(Social Media)  પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ ચોરે તો ભારે કરી…..!

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

વીડિયોમાં એક ચોરને પોલીસ પકડીને ઘરની સામે લઈ જાય છે. એ ઘરની બારી બહુ નાની છે. જેને જોઈને કોઈ પણ અંદાજો લગાવી શકે કે આ બારીમાંથી કોઈ માણસ પસાર થઈ શકે નહિ,પરંતુ જ્યારે પોલીસ તે ચોરને આ બારીમાંથી પસાર થવાનું કહે છે, તો તે આ કામ ખૂબ જ સરળતાથી કરે છે.આ જોઈને પોલીસ પણ વિચારમાં પડી જાય છે.

બારીમાં પ્રવેશવા માટેચોર પહેલા તેના બંને પગ બારીની અંદર નાખે છે અને બાદમાં ધીમે ધીમે તે આ બારીમાંથી આસાનીથી નીકળી જાયછે. પ્રથમ નજરે જોતા કોઈ પણ કલ્પના ન કરી શકે, કે આ બારીમાંથી કોઈ પસાર થઈ શકે. આ ચોરનુ કારનામુ જોઈને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ચોરના આ કારનામાને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ (Users) આશ્ચર્યચકિત થઈ ગયા છે અને કોમેન્ટ્સ દ્વારા તેમની પોતાની પ્રતિક્રિયાઓ આવી રહી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘ભાઈ, ચોરો પાસે ખરેખર અદ્ભુત ટેક્નિક હોય છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,આ ટેકનિક(Technique)  કોઈ એક્સપર્ટ જ કરી શકે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, આ આશ્ચર્યજનક વિડિયો @DRGulati80 નામના એકાઉન્ટ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘પોલીસકર્મીઓને ખાતરી નહોતી કે આ ચોર નાનકડી બારીમાંથી કેવી રીતે પસાર થઈ શકે….! બાદમાં ચોરે ડેમો બતાવ્યો. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યુઝ મળી ચૂક્યા છે.

 

આ પણ વાંચો : Viral Video : આ ડોગ પાસે તો માણસ કરતા પણ સારી સુવિધા ! ડોગના આલીશાન ઘરે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

આ પણ વાંચો : TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્નિએ પતિને કહ્યુ લગ્ન પછી તમે મને પ્રેમ જ નથી કરતા

Published On - 11:42 am, Fri, 10 December 21

Next Article