Prank Video : જેને લોકો સમજી રહ્યા હતા બાળક તે નિકળ્યુ કઇંક બીજુ, આ વાયરલ વીડિયો જોઇને તમે લોટપોટ થઇ જશો

|

Nov 30, 2021 | 12:16 PM

હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ફની પ્રૅન્ક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પ્રૅન્ક વીડિયો જોયા પછી, તમે પણ ચોક્કસથી હસી પડશો.

Prank Video : જેને લોકો સમજી રહ્યા હતા બાળક તે નિકળ્યુ કઇંક બીજુ, આ વાયરલ વીડિયો જોઇને તમે લોટપોટ થઇ જશો
Prank Viral Video

Follow us on

પ્રૅન્ક શબ્દ સાંભળીને સૌથી પહેલા તમારા મગજમાં જે આવશે તે લોકોની વિચિત્ર હરકતો છે. પ્રેેન્કના વીડિયો (Prank Video) દ્વારા લોકોને હસાવવાનું કામ કરવામાં આવે છે. આ જ કારણ છે કે તમને સોશિયલ મીડિયા (Social Media) પર એકથી એક પ્રૅન્કના વીડિયો જોવા મળશે. આમાંના કેટલાક ચોંકાવનારા હોય છે, કેટલાક ભયાનક હોય છે. જો કે, દરેકનો અંત સુખદ હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ફની પ્રૅન્ક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પ્રૅન્ક વીડિયો જોયા પછી, તમે પણ ચોક્કસથી હસી પડશો.

ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા પ્રૅન્ક વીડિયોમાં, એક છોકરો રસ્તા પર સ્ટ્રોલર (બાબા ગાડી) લઇને જતો જોવા મળે છે. મજાની વાત એ છે કે સ્ટ્રોલરમાં કોઈ બાળક નથી અને આ છોકરાએ સ્ટ્રોલરને કપડાથી ઢાંકી દીધો છે જેથી કોઇને તેના આ પ્રેન્ક વિશે ખબર ન પડે.આ પછી છોકરો રસ્તાની બાજુમાં બેઠેલી એક મહિલા પાસે જાય છે અને તેને થોડીવાર માટે સ્ટ્રોલર જોવાનું કહે છે અને ત્યાંથી નીકળી જાય છે. જ્યારે છોકરો લાંબા સમય સુધી આવતો નથી, ત્યારે સ્ત્રી સ્ટ્રોલરમાં ડોકિયું કરવા લાગે છે. આ પછી શું થાય છે તે જોઈને તમે પણ હસતા રહી જશો. તો ચાલો જોઈએ આ ફની પ્રૅન્ક વીડિયો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ ખૂબ જ ફની પ્રૅન્ક વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર hepgul5 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘અહીં એક નંબર જોક.’ આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 11 હજાર લોકો તેને પસંદ કરી ચૂક્યા છે. જ્યારે ઘણા લોકોએ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. મોટાભાગના યુઝર્સ ઈમોટિકોન્સ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

જોકે, પ્રૅન્ક વીડિયોને લઈને કેટલાક લોકોમાં ઘણીવાર નારાજગી જોવા મળે છે. અહીં પણ કંઈક આવું જ બન્યું છે. આ વીડિયો જોયા બાદ કેટલાક લોકો ગુસ્સે છે.એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, ‘તો આવી હરકતોથી લોકોને હાર્ટ એટેક પણ આવી શકે છે. તે જ સમયે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે, ‘મને તે છોકરી માટે દુ:ખ થાય છે.’

આ પણ વાંચો –

Stock Update : શેરબજારમાં મજબૂત સ્થિતિ વચ્ચે આ સ્ટોક્સ રોકાણકારોને બનાવી શકે છે માલામાલ, કરો એક નજર

આ પણ વાંચો –

Anil Ambani ની આ કંપની RBI એ પોતાના તાબા હેઠળ લીધી, કંપનીના શેરમાં સતત બીજા દિવસે લોઅર સર્કિટ નોંધાઈ

Next Article