AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇન્દોરમાં એક ઘર છે જ્યાં ફર્નિચરથી લઈને ઇલેક્ટ્રિકલ સોકેટ સુધી તમામ વસ્તુ છે 24 કેરેટ સોનાથી મઢેલી, જુઓ વીડિયો

કન્ટેન્ટ ક્રિએટર પ્રિયમ સારસ્વતે એક વીડિયો શેર કર્યો છે, વીડિયોમાં, તમે જોઈ શકો છો કે સારસ્વત ઘરમાલિકોને તેમની વૈભવી મિલકત જોવા માટે પરવાનગી માંગીને શરૂઆત કરે છે. ગેટ ખુલતાની સાથે જ, દર્શકોનું સ્વાગત સૌપ્રથમ 1936ની વિન્ટેજ મર્સિડીઝ સહિત ઘણી વૈભવી કારના સંગ્રહ દ્વારા કરવામાં આવે છે.

ઇન્દોરમાં એક ઘર છે જ્યાં ફર્નિચરથી લઈને ઇલેક્ટ્રિકલ સોકેટ સુધી તમામ વસ્તુ છે 24 કેરેટ સોનાથી મઢેલી, જુઓ વીડિયો
Home Tours
| Updated on: Jul 02, 2025 | 4:32 PM
Share

Indore News: ઇન્દોરમાં એક ઘર છે, જેના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ ઘર સોનાની વસ્તુઓથી ભરેલું છે. ફર્નિચરથી લઈને ઇલેક્ટ્રિકલ સોકેટ્સ સુધી, બધું જ 24 કેરેટ સોનાથી ચમકી રહ્યું છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટર પ્રિયમ સારસ્વતે બનાવ્યો છે. ભારતભરમાં અસામાન્ય અને અસાધારણ ઘરો બતાવવા માટે પ્રખ્યાત સારસ્વતનો આ નવો વીડિયો આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે.

વીડિયોમાં,પ્રિયમ સારસ્વત, પહેલા ઘરના માલિક પાસેથી ઘરને અંદરથી જોવાની પરવાનગી માંગતો જોઈ શકાય છે. આ પછી, તે માલિક દંપતી સાથે તેમની વૈભવી મિલકતમાં પ્રવેશ્યો. દરવાજા ખુલતાની સાથે જ, પ્રેક્ષકોનું સ્વાગત સૌપ્રથમ આંતરિક ભાગ દ્વારા નહીં પરંતુ ઘણા વૈભવી વાહનોના આશ્ચર્યજનક સંગ્રહ દ્વારા કરવામાં આવે છે. આમાં 1936 ની વિન્ટેજ મર્સિડીઝ પણ શામેલ છે.

આ આપણું સાચું સોનું છે

ત્યારબાદ આ દંપતી સારસ્વતને ઘરની અંદર લઈ જાય છે. ભવ્યતા જોઈને કોઈપણની આંખો પહોળી થઈ જશે. સારસ્વત કહે છે, “મને ઘણું સોનું દેખાય છે”. આના પર ઘરના માલિકે કહ્યું, “આ અમારૂ અસલી 24 કેરેટ સોનું છે. સજાવટી વસ્તુ થી લઈને ઇલેક્ટ્રિકલ સોકેટ્સ સુધી, દરેક જગ્યાએ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે”. બાય ધ વે, આવી વસ્તુ ક્યાંય પણ જોવી એ સામાન્ય વાત નથી.

10 બેડરૂમ અને આ પણ…

વીડિયોમાં, તમે જોઈ શકો છો કે સારસ્વત સાથે વાત કરતી વખતે, દંપતીએ જણાવ્યું કે તેમની હવેલીમાં 10 બેડરૂમ છે. હવેલીના મેદાનમાં એક ગૌશાળા પણ છે. સારસ્વતે તેમની પ્રોફાઇલ વિશે પણ પૂછ્યું. પછી ઘરના માલિકે ગરીબીથી ધનવાન બનવા સુધીની પ્રેરણાદાયી વાર્તા કહી.

અમે સરકાર માટે…

“અમારી પાસે 25 લોકોના પરિવાર હતો અને ભરણપોષણ  માટે ફક્ત એક જ પેટ્રોલ પંપ હતો,” ઘરમાલિકે  કહ્યુ કે  “મને સમજાયું કે ટકી રહેવું મુશ્કેલ બનશે… તેથી મેં સરકારી કોન્ટ્રાક્ટ શરૂ કર્યો. અમે સરકાર માટે રસ્તા, પુલ અને ઇમારતો બનાવી રહ્યા છીએ. હવે અમે 300 રૂમની હોટેલ બનાવી રહ્યા છીએ. આ મારી વિકાસ યાત્રા છે.”

10 કરોડથી વધુ લોકોએ તેને જોયો છે..

તમને જણાવી દઈએ કે આ વીડિયો એક કરોડથી વધુ લોકોએ જોયો છે. સ્વાભાવિક છે કે, યુઝર્સે પણ ટિપ્પણી કરી હશે. સોશિયલ મીડિયા પર ઘણી રસપ્રદ ટિપ્પણીઓ કરવામાં આવી છે. આમાંથી એક યુઝરે લખ્યું, “આ કોઈ ફિલ્મ જેવું લાગે છે.” બીજાએ ટિપ્પણી કરી, “કલ્પના કરો કે તમે એવા ઘરમાં રહો છો જ્યાં સોકેટ્સ સોનાના બનેલા હોય.” ત્રીજાએ કહ્યું, “આશા છે કે તેમને મજબૂત સુરક્ષા મળશે!”

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">