Video : મરધી એ તો ભારે કરી ! આ મરઘીએ તેના માલિકની એવી ફિરકી લીધી કે જોયા જેવી થઈ…..

|

Nov 08, 2021 | 2:45 PM

સોશિયલ મીડિયા પર એક મરઘીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મરઘી જે રીતે તેના માલિકની નકલ કરી રહી છે. તે જોઈને તમને પણ હસવુ આવશે.

Video : મરધી એ તો ભારે કરી ! આ મરઘીએ તેના માલિકની એવી ફિરકી લીધી કે જોયા જેવી થઈ.....
Hen Video goes viral

Follow us on

Funny Video : સોશિયલ મીડિયા પર પક્ષી અને પ્રાણીઓના ઘણા વીડિયો વાયરલ થતા જોવા મળે છે. કેટલાક વીડિયો એટલા રમુજી હોય છે કે તેને વારંવાર જોવાનું મન થાય છે અને કેટલાક એવા હોય છે જે જોઈને આશ્ચર્ય થાય છે. કેટલીકવાર પ્રાણીઓ એવા કામ કરે છે જેને જોઈને દરેક વ્યક્તિ વિચારમાં પડી જાય છે. તાજેતરમાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે. જેમાં મરધી (Hen) જે રીતે તેના માલિકની નકલ કરી રહી છે, તે જોઈને તમે દંગ રહી જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં (Video) એક વ્યક્તિ સાથે મરઘી જોવા મળે છે. વીડિયોમાં દેખાતા આ વ્યક્તિના પગમાં ઈજા થઈ છે અને તે ચાલતી વખતે લાકડીનો ઉપયોગ કરે છે જેથી તેને ચાલવામાં કોઈ સમસ્યા ન થાય. પરંતુ આ મરઘી પણ તેની નકલ કરીને એક પગ પર ચાલવાનો પ્રયત્ન કરે છે, આ મરઘીની મસ્તી જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જુઓ વીડિયો

આ વીડિયોને હજારો લાઈક્સ અને કોમેન્ટ મળી ચૂકી છે. આ રમુજી વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, ‘આજ પહેલાં આવી મરઘી ક્યારેય જોઈ નથી.’ અન્ય એક યુઝરે (User) લખ્યું, ‘જે લોકો એવું વિચારે છે કે પ્રાણીઓને મગજ નથી હોતું, આ વીડિયો તેમના માટે છે.’ આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Video : સેલ્ફી લઈ રહેલા ચાહક પર ભડક્યા સલમાન ખાન, દબંગગીરીનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ

આ પણ વાંચો: Video : ‘યુવરાજ સિંહ કા છોટા રિચાર્જ’ ! આ ટેણિયાની બેટિંગ જોઈને લોકો હેરાન રહી ગયા

Next Article