ભારતીય સેના (Indian Army) આપણી રક્ષા માટે 24×7 ખડે પગે હોય છે. સેનાની 3 પાંખ એટલે કે સેના, વાયુસેના અને નૌસેના, ભારતની સરહદ પર દેશની સેવા માટે ઉભા હોય છે. ભારતની સેના દુનિયાની સૌથી તાકાતવર સેનામાંથી એક છે. દેશ પાસે હિંમતવાન સૈનિકો, આધુનિક હથિયારો અને મિસાઈલો પણ છે. જમીન, આકાશ અને પાણી પર આપણો દુશ્મન હુમલો કરે તો ભારતીય સેના તેને જડબાતોડ જવાબ આપે છે. સોશિયલ મીડિયા પર દેશની સેનાને લગતા અનેક ફોટો અને વીડિયો વાયરલ (viral) થતા હોય છે. દેશના લોકોના મનમાં દેશના સૈનિકો માટે આદર અને સન્માનની ભાવના હોય જ છે. તેથી તેમના દ્વારા પણ આવા ફોટોઝ અને વીડિયો અપલોડ કરવામાં આવતા હોય છે.
હાલમાં સોશિયલ મીડિયા પર ભારતીય વાયુસેના હેલિકોપ્ટર્સનો ફોટો વાયરલ થયા છે. આ હેલિકોપ્ટરને હાથીનો આકાર આપવામાં આવ્યો છે. તેઓ એવું લાગે છે કે, હાથીઓ આકાશમાં ઉડી રહ્યા છે. આ 1970ના દાયકાના હેલિકોપ્ટર છે, જેનો ઉપયોગ ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવતો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અનોખા હેલિકોપ્ટરને ‘ડાન્સિંગ હેલિકોપ્ટર ઑફ ઈન્ડિયા’ કહેવામાં આવે છે. 1970ના દાયકામાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં રાજપથ પર આ ‘ઉડતા હાથીઓ’એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફોટોઝ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. આજની પેઢીના લોકોમાં આ ફોટોને જોઈને ઘણી જિજ્ઞાસા જાગી છે. તેમણે આવુ ભારતમાં ક્યારે નહીં જોયુ હોય. આ ફોટોઝ ખરેખર દુર્લભ છે.
Indian Airforce helicopters 1970s pic.twitter.com/8JasZkDrqQ
— Lost in history (@lostinhist0ry) July 24, 2022
આ ફોટોઝ સોશિયલ મીડિયા પર ટ્વિટર હેન્ડલ Lost in historyની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, આ 1970 દરમિયાનના ઈન્ડિયન એયરફોર્સના હેલિકોપ્ટર્સ છે. આ ફોટોઝ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા છે. લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આજની પેઢીના યુવકો આ ફોટોઝ જોઈ ચકિત છે . આ યુઝરે તેને ઉડતો હાથી કહી દીધુ છે. એક યુઝરે એમ પણ કહ્યુ છે કે, 2022માં આ હેલિકોપ્ટરની જરુરત છે.