Viral Video: ઓહો…Overloaded સ્કૂટી પર વ્યક્તિએ સામાનની સાથે કરી સવારી, લોકોએ કહ્યું- 32GB ફોનમાં 31.9GB

|

Jun 26, 2022 | 12:34 PM

રસ્તા પર આપણે અવાર-નવાર એવા લોકોને જોતાં હોઈએ છીએ જેઓ ટ્રાફિકના નિયમો (Traffic Rules) તોડે છે અને માત્ર પોતાની જ નહીં પરંતુ બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે. આવા વ્યક્તિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

Viral Video: ઓહો...Overloaded સ્કૂટી પર વ્યક્તિએ સામાનની સાથે કરી સવારી, લોકોએ કહ્યું- 32GB ફોનમાં 31.9GB
ride with luggage video goes viral .

Follow us on

સોશિયલ મીડિયા પર અવાર-નવાર એક કરતા વધુ ચોંકાવનારા વીડિયો વાયરલ થતા હોય છે. પરંતુ આ વીડિયો શેર કરતી વખતે તેલંગાણા પોલીસે (Telangana Police) લોકોને અપીલ કરી અને રોડ સેફ્ટીના નિયમોનું (Road Safety Rules) પાલન કરવાનું કહ્યું છે.
જેથી લોકોના જીવ જોખમમાં ન મુકાય.

લોકોએ આપી મજેદાર પ્રતિક્રિયાઓ

ટ્વિટર પર આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, મારા 32GBના ફોને 31.9GBનો ભાર સંભાળી રાખ્યો છે. આ વીડિયો ટ્રેન્ડ થતાં જ તેલંગાણા પોલીસે તેને રિટ્વીટ કરીને ખૂબ જ સારું પગલું ભર્યું.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સૌથી પહેલા તેલંગાણા રાજ્ય પોલીસના આ ઓફિશિયલ ટ્વીટ સાથે વીડિયો જુઓ…

લોકોને કરી અપીલ

પોલીસે કહ્યું કે, મોબાઈલમાંથી ક્ષતિગ્રસ્ત ડેટા રિકવર કરી શકાય છે, પરંતુ લાઈફ (Life) સાથે આવું થઈ શકે નહીં. તેમણે લોકોને અપીલ કરી કે આ રીતે પોતાનો અને બીજાના જીવને જોખમમાં (Danger) ન નાખો. માત્ર 9 સેકન્ડના આ વીડિયોની ઘણા લોકો મજાક કરી રહ્યા છે, તો કેટલાક ગુસ્સે પણ છે. રસ્તા પરની બેદરકારી (Carelessness) ખરેખર તમારા જીવનને નુકસાન પહોંચાડી શકે છે. Tv 9 પણ આવા પ્રકારના વીડિયોને પ્રોત્સાહન આપતું નથી.

સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે. આ વ્યક્તિ જે રીતે આવી જગ્યાએ બેસીને ડ્રાઈવિંગ કરી રહ્યો છે, તેની આ સ્ટાઈલ જોઈને બધા ચોંકી ગયા છે. એક યુઝરે કહ્યું કે, આટલી બધી સામગ્રી ભાગ્યે જ કારમાં આવી શકશે. એક યુઝરે કહ્યું કે-આને કોઈ લારી ખરીદી ને આપો.

Next Article