‘હાસ્યનો ડાયરો’: ભૂરાએ કનુને કહ્યું કે અમારું આખું ઘર ‘ખગોળશાસ્ત્રી’ છે….
ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
આ પણ વાંચો : ‘હાસ્યનો ડાયરો’: રાશિ પર ભરોસો ના કરવો તેમજ પૈસાદાર હોવાની બે નિશાની જાણો
—————————-
દારૂડિયો : જો હું સરપંચ બનું તો આખું ગામ બદલી નાખું..
પત્ની : લ્યો, પહેલાં આ લૂંગી બદલો. સવારથી મારો ચણિયો પહેરીને ફરો છો..
😂🤣😂
———————-
ભૂરો : મારા પરિવારમાં બધા ખગોળશાસ્ત્રી જ છે.
કનુ : શું ફેકે છે હવે …??!!
ભૂરો : જો મારી મા નાનપણમાં ચાંદો દેખાડતી, પછી મારા બાપા એક થપ્પડમાં બ્રહ્માંડ દેખાડતા, બાકી હતું તે બૈરું લાયો… એ તો બાપા….ધોરા દિવસે તારા દેખાડે છે..!!!
😜😂
——————————
પતિ : કાશ, હું ગણપતિ હોત, તું મારી રોજ પૂજા કરત, મને લાડુ ખવરાવત, બહુ મજા આવત..
પત્ની : હા…કાશ તમે ગણપતિ હોત, રોજ તમને લાડુ ખવરાવત, દર વર્ષે વિસર્જન કરત, નવા ગણપતિ આવત, બહુ મજા આવત…!!!
🤣😂 —————————
સત્સંગ દરમિયાન એક સંત ઉપદેશ આપતા હતા.. જે આ જીવનમાં પુરૂષ છે, તે પછીના જીવનમાં પણ પુરૂષ હશે ને આ જીવનમાં સ્ત્રી છે, તે પછીના જીવનમાં પણ સ્ત્રી જ હશે…
આ સાંભળીને એક ડોશી ઉભા થઈને ચાલવા માંડ્યા… તો સંતે પુછ્યું..: તમે ક્યાં જાવ છો..?!
ડોશી : જ્યારે આવતા જનમમાં પણ રોટલી જ બનાવવાની હોય તો…. પછી સત્સંગ સાંભળવાનો શું ફાયદો..?!!!
😜
———————-
લગ્ન એ વીજળીના બે તાર અડાડવાનો ખેલ છે….
જો સાચા તાર મળ્યા તો અજવાળું જ અજવાળું નહિતર ભડાકા જ ભડાકા…
😂🤣😂 ————————-
(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)