આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં
પત્નીઃ જી, સાંભળો છો, આજકાલ તમારો દીકરો બહુ પૈસા ઉડાવતો થઈ ગયો છે, ગમે ત્યાં છૂપાવું ગોતી જ લે છે.
પતિઃ એ નાલાયકના પુસ્તકોમાં છૂપાવતી જા, પરીક્ષા સુધી ગોતી જ નહિ શકે.
………………………………………………………………………………………..
પપ્પૂ અને ગપ્પૂ વાત કરી રહ્યા હતા…
પપ્પૂ બોલ્યો- મારો બોસ બધાને પરેશાન કરતો હતો, એટલે મેં કાલે સાંજે એના ખાલી ટિફિનમાં છાનામાના બે ચોકલેટ રાખી દીધી અને એક ચિઠ્ઠી અંદર નાખી દીધી.
ચિઠ્ઠીમાં લખ્યું હતું- ‘જાનુ, બેય ચોકલેટ તું જ ખાજે, ઓલી ચુડેલને ના દેજે.’
આજે બૉસ લંગડાતો ઑફિસ આવ્યો હતો.
………………………………………………………………………………………..
દર્દીઃ ડૉક્ટર સાહેબ આ મારું પહેલું ઓપરેશન છે, થોડું ધ્યાનથી કરજો.
ડૉક્ટરઃ ડરો નહિ, મારું પણ આ પહેલું જ ઓપરેશન છે.
……………………………………………………………………………………………
પત્નીઃ હું તમને કેટલી સારી લાગું છું
પતિઃ બઉં સારી લાગે છે.
પત્નીઃ પણ કેટલી એ તો કહો
પતિઃ એટલી કે મન કરે છે તારા જેવી બીજી લાવી દઉં
…………………………………………………………………………………………..
પતિ : ‘તારા જન્મદિવસે હીરાનો હાર ભેટ લાવ્યો છું.’
પત્ની : ‘તમે તો મને મોટરકાર લઈ દેવાના હતા ને ?’
પતિ : ‘હા, પણ નકલી મોટરકાર મળી નહીં.’
Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –