IND vs PAK મેચ પહેલા Zomato એ પાકિસ્તાનને કર્યુ ટ્રોલ, ટ્વીટ કરીને પુછ્યુ પિઝ્ઝા-બર્ગર જોઇએ છે ?

|

Oct 24, 2021 | 8:11 AM

મેચની એક રાત પહેલા, Zomatoએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી પાકિસ્તાનને ટેગ કર્યું અને લખ્યું, 'જો તમને પિઝા અને બર્ગર જોઈએ છે, તો તમે સીધો અમારો સંપર્ક કરી શકો છો.'

IND vs PAK મેચ પહેલા Zomato એ પાકિસ્તાનને કર્યુ ટ્રોલ, ટ્વીટ કરીને પુછ્યુ પિઝ્ઝા-બર્ગર જોઇએ છે ?
Zomato Trolls Pakistan Cricket Team fans

Follow us on

T20 વર્લ્ડ કપ 2021ની સૌથી મોટી મેચમાં આજે પાકિસ્તાનનો મુકાબલો ટીમ ઈન્ડિયા સાથે થવાનો છે. આખી દુનિયાની નજર આ મેચ પર છે. જ્યારે પણ બંને ટીમો ક્રિકેટના મેદાન પર સામ -સામે હોય છે, ત્યારે દર્શકોનો ઉત્સાહ પણ ઉંચાઈ પર હોય છે. શું તમને યાદ છે કે છેલ્લી વખત જ્યારે આપણે વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો સામનો કર્યો હતો, ત્યારે પડોશી ટીમનો કેપ્ટન સરફરાઝ મેદાન પર બગાસા ખાઇ રહ્યો હતો. તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે પાકિસ્તાન ટીમ ગત રાત્રે બર્ગર અને પીઝા ખાધા બાદ મેચ રમવા આવી હતી. આ માટે Zomatoએ પાકિસ્તાની ટીમની મજાક ઉડાવી હતી.

મેચની એક રાત પહેલા, Zomatoએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી પાકિસ્તાનને ટેગ કર્યું અને લખ્યું, ‘જો તમને પિઝા અને બર્ગર જોઈએ છે, તો તમે સીધો અમારો સંપર્ક કરી શકો છો.’

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઝોમેટોનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયું. જેના પર ભારતીય ચાહકો પણ પાકિસ્તાનની મજા લેવા લાગ્યા. લોકોએ આ ટ્વીટ પર વિવિધ પ્રકારના મીમ્સ બનાવીને પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું.

ભારતીય પ્રશંસકો દ્વારા પાકિસ્તાનીઓને ટોણો મારવાની આ શૈલી લોકોને ખૂબ પસંદ આવી રહી છે. ઘણા વપરાશકર્તાઓ રમૂજી ટિપ્પણીઓ અને મીમ્સ શેર કરે છે.

મીમ શેર કરતી વખતે એક યુઝરે લખ્યું, ‘જો તેમની પાસે ઝેર ખાવાના પૈસા નથી તો તેઓ સારા બર્ગર અને પિઝા ક્યાંથી ખાશે.’ તે જ સમયે, અન્ય યુઝરે મારો મુઝે મારોનો વીડિયો શેર કરીને પોતાની પ્રતિક્રિયા નોંધાવી.

તમને જણાવી દઈએ કે દુબઈમાં T20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે. ભારત તેનું અભિયાન 24 ઓક્ટોબરથી શરૂ કરશે. ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સાથે છે. આ મેચ સાંજે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

આ પણ વાંચો –

Mandi: રાજકોટના ધોરાજીની APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8605 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો –

Lakhimpur Kheri Violence: મુખ્ય આરોપી આશિષ મિશ્રાને થયો ડેન્ગ્યુ, જેલની હોસ્પિટલમાં જ ચાલી રહી છે સારવાર

આ પણ વાંચો –

ITR Filing: નવું ઇન્કમ ટેક્સ પોર્ટલ આજે સવારે 10 વાગ્યા સુધી કામ કરશે નહીં, જાણો કઈ સુવિધાઓ પ્રભાવિત થશે?

Next Article