Lakhimpur Kheri Violence: મુખ્ય આરોપી આશિષ મિશ્રાને થયો ડેન્ગ્યુ, જેલની હોસ્પિટલમાં જ ચાલી રહી છે સારવાર
શુક્રવારે જિલ્લા કોર્ટે આશિષ મિશ્રા ઉર્ફે મોનુ, અંકિત દાસ, શેખર ભારતી અને લતીફને 24 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
Lakhimpur Kheri Violence: લખીમપુર ખીરી જિલ્લાના ટિકુનિયા વિસ્તારમાં થયેલી હિંસાના મામલામાં મુખ્ય આરોપી આશિષ મિશ્રા (Ashish Mishra) ઉર્ફે મોનુને ડેન્ગ્યુ (Dengue) થયો છે. શુક્રવારે જ કોર્ટે મોનુને 25 ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો હતો. હવે તેની તબિયત પૂછપરછ પહેલા જ બગડી ગઈ છે.
જણાવવામાં આવ્યું કે આશિષ મિશ્રાના બે ટેસ્ટમાં ડેન્ગ્યુની પુષ્ટિ થઈ છે, સાથે જ બ્લડ સુગર પણ વધી ગયું છે. ડેન્ગ્યુની પુષ્ટિ થયા બાદ પોલીસે શનિવારે મોડી રાત્રે આશિષને જેલમાં દાખલ કરાવ્યો હતો. જેલની હોસ્પિટલમાં જ તેની સારવાર ચાલી રહી છે. એડિશનલ એસપી અરુણ કુમાર સિંહે આ વાતની પુષ્ટિ કરી છે.
જરૂર પડ્યે રિમાન્ડ પર લેવામાં આવશે સિંહે જણાવ્યું કે મેડિકલ રિપોર્ટમાં તેમની સુગર પણ વધી છે. મેડિકલી ફીટ ન હોવાને કારણે પોલીસે તેની પૂછપરછ કરવી યોગ્ય ન માનતાં તેને શનિવારે મોડી સાંજે જેલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જો વધુ જરૂર પડશે તો રિકવરી બાદ તેમને ફરીથી રિમાન્ડ પર લેવામાં આવશે અને તેમની પૂછપરછ કરવામાં આવશે.
ગુરુવારે અન્ય ચાર આરોપીઓને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા શુક્રવારે જિલ્લા કોર્ટે આશિષ મિશ્રા ઉર્ફે મોનુ, અંકિત દાસ, શેખર ભારતી અને લતીફને 24 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આ તમામની પોલીસ કસ્ટડીનો સમયગાળો 22 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યાથી શરૂ થશે અને 24 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે પૂરો થશે. કોર્ટે અગાઉ ગુરુવારે અન્ય ચાર આરોપીઓ સુમિત જયસ્વાલ, સત્ય પ્રકાશ ત્રિપાઠી ઉર્ફે સત્યમ, નંદન સિંહ બિષ્ટ અને શિશુપાલને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા.
આ તમામ આરોપીઓની પોલીસ કસ્ટડી 24 ઓક્ટોબરે સાંજે પૂરી થશે. 3 ઓક્ટોબરે જિલ્લાના ટિકુનિયા વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. આ કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ અને 15-20 અન્ય લોકો સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Animal Husbandry: લ્યો બોલો ! IVF ટેક્નિકથી ભારતમાં પહેલી વાર ભેંસે આપ્યો વાછરડાને જન્મ
આ પણ વાંચો: વડોદરા ધર્માંતરણ અને આફમી હવાલાકાંડના આરોપીને વધુ ચાર દિવસના રિમાન્ડ