બે સ્કાયડાઇવર્સે આકાશમાં (Sky) ઉડતા પ્લેનને સ્વેપ કરવાનો પ્રયાસ કર્યો. બંને પોતપોતાના પ્લેનમાંથી હવામાં ઉડ્યા અને એકબીજાના (Swapping Of Pilots) પ્લેનમાં ચઢવા માટે કૂદી પડ્યા એટલે કે અદલાબદલી કરવા માટે વિમાનમાંથી કૂદ્યા હતા. આ સ્ટંટ તેમણે બંને સ્કાયડાઇવર્સે સાથે મળીને કરવાનો હતો. પણ એવુ થયું કે લ્યુક આઈકિન્સ આ સ્ટંટ પુરો કરી શક્યો પરંતુ ફેરિંગ્ટનથી આમાં સફળ ન રહ્યો.
હવામાં ઉડતા પ્લેનને સ્વેપ કરવાના પ્રયાસમાં એક પ્લેન ક્રેશ થયું હતું. લ્યુક આઈકિન્સ (Luke Aikins) અને એન્ડી ફેરિંગ્ટન (Andy Farrington) નામના બે પિતરાઈ સ્કાયડાઈવર્સ પોત-પોતાની નક્કી કરેલી ઊંચાઈએ પહોંચ્યા. આ પછી તેમની યોજના વિમાન અદલાબદલી કરવાની હતી. જે દરમિયાન તેમનું પ્લેન ખાલી રહેશે અને બંને સુરક્ષિત રીતે નીચે ઉતરશે.
જે વિમાનમાં ફરિંગ્ટન જવાના હતા તે કાબૂ બહાર ગયું અને ઝડપથી નીચે તરફ પડવા લાગ્યું. આ કારણે ફેરિંગ્ટન તેમાં ચઢી શક્યો ન હતો અને તેનો સ્ટંટ પૂર્ણ કરી શક્યો ન હતો. તેણે પેરાશૂટની (Parachute) મદદથી લેન્ડ કરવું પડ્યું. જો કે આઇકિન્સ તેનો સ્ટંટ પૂર્ણ કરવામાં સફળ રહ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો તમે પણ જૂઓ.
Tonights #RedBull #PlaneSwap didn’t go as planned! #Fail #Plane #PlaneCrash #SkyDiving #TLPNews #TLPNetwork pic.twitter.com/tc8poFZuUM
— The Launch Pad (@TLPN_Official) April 25, 2022
જો કે, સ્ટંટ પ્લાન મુજબ થયો ન હતો. બંને પ્લેનમાં રોકાયેલી એરબ્રેક સિસ્ટમ સાથે 12,100 ફૂટની ઉંચાઈએ તેમના સંબંધિત એરક્રાફ્ટમાંથી કૂદી પડ્યા. જ્યારે લ્યુક પ્લેનમાં પોતાનો રસ્તો શોધવામાં સક્ષમ હતો, ત્યારે એન્ડી માટે પ્લાન મુજબ થયું ન હતું. પરંતુ બંને સ્કાયડાઇવર્સ સુરક્ષિત છે.
ફેરિંગ્ટનના કહેવા પ્રમાણે બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ તેની યોજના (Plan) સફળ થઈ ન હતી. યોજનાનો સૌથી મહત્વનો ભાગ એ બંનેને સુરક્ષિત (Safe) રાખવાનો હતો. ‘યુએસએ ટુડે’માં છપાયેલા અહેવાલ મુજબ એકિન્સે કહ્યું કે, અમે પાછા જઈશું અને તેના પર કામ કરીશું.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો: Viral Video: માતાએ બાળકને મોતના મુખમાંથી કાઢ્યું બહાર, જૂઓ આ શ્વાસ થંભાવી દે તેવો વીડિયો