અચાનક ખાતામાં 18 કરોડ આવ્યા તો છોકરીએ ખરીદી લીધા કરોડો રૂપિયાના કપડાં

|

Sep 15, 2022 | 3:30 PM

બેંકે છોકરીને ભૂલથી અનલિમિટેડ ઓવરડ્રાફ્ટ (Bank Overdraft) આપી દીધો હતો. આ દ્વારા તમે તમારા બેંક ખાતામાં પૈસા ન હોવા છતાં પણ તેમાંથી પૈસા ઉપાડી શકો છો. આ એક પ્રકારની ટૂંકા ગાળાની લોન છે, જે નિર્ધારિત સમયમાં ચૂકવવી પડે છે. વેસ્ટપેક બેંકે ભૂલથી વિદ્યાર્થીનીને આ ઓવરડ્રાફ્ટ સુવિધા આપી દીધી હતી, તે પણ અનલિમિટેડ.

અચાનક ખાતામાં 18 કરોડ આવ્યા તો છોકરીએ ખરીદી લીધા કરોડો રૂપિયાના કપડાં
Christine Jiaxin
Image Credit source: Facebook

Follow us on

બેંકની ભૂલને કારણે એક છોકરીને કરોડો રૂપિયાની ખરીદી કરવાનો મોકો મળ્યો. તેણે પોતાના ખાતામાંથી 18 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા. તેના ખાતામાં આટલા પૈસા ન હોવા છતાં પણ ખર્ચ કર્યો. બેંકે છોકરીને ભૂલથી અનલિમિટેડ ઓવરડ્રાફ્ટ આપી દીધો હતો. તમને જણાવી દઈએ કે ઓવરડ્રાફ્ટ (Overdraft) એક ફાઈનાશિયલ સુવિધા છે. આ દ્વારા તમે તમારા બેંક ખાતામાં પૈસા ન હોવા છતાં પણ તેમાંથી પૈસા ઉપાડી શકો છો. આ એક પ્રકારની ટૂંકા ગાળાની લોન છે, જે નિર્ધારિત સમયમાં ચૂકવવી પડે છે. ઓસ્ટ્રેલિયાની વેસ્ટપેક બેંકે ક્રિસ્ટીન જિયાક્સિન નામની એક વિદ્યાર્થીને ભૂલથી આ ઓવરડ્રાફ્ટ સુવિધા આપી, તે પણ અનલિમિટેડ. 21 વર્ષની ક્રિસ્ટીન જો મૂળ મલેશિયાની રહેનારી છે, ઓસ્ટ્રેલિયાના (Australia) સિડનીમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા ગઈ હતી. આ દરમિયાન વેસ્ટપેક બેંકે ભૂલથી ક્રિસ્ટીનના ખાતામાં અનલિમિટેડ ઓવરડ્રાફ્ટ સુવિધાને મંજૂરી આપી હતી.

બેંકને જાણ કર્યા વિના ખરીદીમાં પૈસા કર્યા ખર્ચ!

જ્યારે ક્રિસ્ટીનને આ વાતની ખબર પડી તો તેણે બેંકને જાણ કર્યા વગર જ શોપિંગમાં પૈસા ઉડાડવા માંડ્યા. ક્રિસ્ટીને કપડાં, જ્વેલરી, પાર્ટી, ટ્રાવેલ, ડિઝાઈનર હેન્ડબેગમાં કરોડો રૂપિયા ખર્ચ્યા. તે લગ્જરી લાઈફ જીવવા લાગી. એટલું જ નહીં ક્રિસ્ટિને એક મોંઘો એપાર્ટમેન્ટ પણ લીધો હતો. આ સાથે લગભગ 2.5 લાખ રૂપિયા તેના અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

ધ સન મુજબ લગભગ 11 મહિના સુધી ક્રિસ્ટીન બેંકમાંથી છેતરપિંડી કરતી રહી અને પૈસા પડાવતી રહી. પરંતુ આ વાતનો ખુલાસો થતાં ક્રિસ્ટીનની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે આ મામલો કોર્ટમાં પહોંચ્યો તો ક્રિસ્ટીન પરના તમામ આરોપો ફગાવી દેવામાં આવ્યા. તેને ફરિયાદીઓ દ્વારા રહસ્યમય રીતે છોડવામાં આવ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તેના ખુલાસામાં ક્રિસ્ટીને કહ્યું કે મને લાગ્યું કે મારા માતા-પિતાએ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. ત્યારે જ તેના વકીલે દલીલ કરી હતી કે ક્રિસ્ટીન છેતરપિંડી માટે દોષિત નથી કારણ કે બેંકે ભૂલ કરી હતી. આ સિવાય ક્રિસ્ટીનના બોયફ્રેન્ડ વિન્સેન્ટ કિંગે દાવો કર્યો હતો કે ક્રિસ્ટીન પાસે આટલી મોટી રકમ હતી તે વિશે તે અજાણ હતો. ત્યારબાદ ક્રિસ્ટીન સિડનીથી મલેશિયામાં તેના ઘરે રહેવા ગઈ. પરંતુ તપાસ એજન્સીઓએ ક્રિસ્ટીન પાસેથી 9 કરોડથી વધુની સંપત્તિ રિકવર કરી હતી.

Published On - 3:30 pm, Thu, 15 September 22

Next Article