ગજબ ! આ ખિસકોલી ફોલો કરી રહી છે તેના માલિકના ઇન્સટ્રક્શન, Video જોઈને તમને પણ આશ્વર્ય થશે

|

Sep 26, 2021 | 2:03 PM

સોશિયલ મીડિયા પર એક ખિસકોલીનો વીડિયો (Video) ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ખિસકોલી તેના માલિકના ઈન્સ્ટ્રક્શન ફોલો કરે છે, આ વિડીયો જોઈને તમને પણ આશ્વર્ય થશે.

ગજબ ! આ ખિસકોલી ફોલો કરી રહી છે તેના માલિકના ઇન્સટ્રક્શન, Video જોઈને તમને પણ આશ્વર્ય થશે
squirrel video viral on social media

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણીઓના વીડિયો વાયરલ થતા જોવા મળે છે. દરેક વ્યક્તિને પ્રાણીઓ પ્રત્યે અપાર પ્રેમ હોય છે. લોકો પ્રાણીઓને એટલો પ્રેમ કરે છે કે તેઓ તેમને ઘરે પણ રાખે છે. ખિસકોલીઓના ઘણા વીડિયો ઇન્ટરનેટ પર જોવા મળે છે. ત્યારે તાજેતરમાં આવો જ એક ખિસકોલીનો વીડિયો (Squirrel  Video) વાયરલ થઈ રહ્યો છે જે ખૂબ જ ક્યૂટ છે.વીડિયોમાં એક ખિસકોલી બદામ ખાતી જોવા મળી રહી છે.ખિસકોલી જે રીતે ઈન્સ્ટ્રક્શન ફોલો કરી રી છે તે જોઈને તમે પણ દંગ રહી જશો.

આ ખિસકોલી ફોલો કરી રહી છે તેના માલિકના ઈન્સટ્રક્શન

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક ખિસકોલી એક મહિલા સાથે જોવા મળી રહી છે. આ મહિલા ખિસકોલીને જે સૂચના આપી રહી છે, તે ખિસકોલી ફોલો કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં (Video) જોઈ શકાય છે કે ખિસકોલી ઝાડ પરથી દોડીને મહિલા પાસે આવે છે અને તેનો હાથ પકડે છે. પછી અચાનક તે ખિસકોલી બદામ ઉપાડે છે અને તેને ખાવાનું શરૂ કરે છે. અચાનક મહિલા ખિસકોલીને બદામ ખાવાથી રોકી દે છે અને આશ્ચર્યજનક બાબત એ છે કે ખિસકોલી પણ આ ઈન્સ્ટ્રક્શન(Instruction)  ફોલો કરતી જોવા મળી રહી છે.

જુઓ વીડિયો

સોશિયલ મીડિયા યુઝર્સ આપી રહ્યા છે રમુજી પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર nature પરથી શેર કરવામાં આવ્યો છે.અત્યાર સુધી આ વિડીયોને હજારો લાઈક્સ અને હજારો કોમેન્ટ (Comments) મળી છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,’ખિસકોલીઓ ખૂબ જ સુંદર હોય છે’ જ્યારે અન્ય યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, ‘ આ ખિસકોલીએ ખુબ બદામ ખાધી છે, જેના કારણે તેનું મગજ ખૂબ જ શાર્પ છે.’

 

આ પણ વાંચો: Viral Dancing Video : મંદિરની સામે ડાન્સ વીડિયો બનાવવો આ છોકરીને પડ્યો મોંઘો, બજરંગ દળ વિરોધમાં ઉતર્યુ

આ પણ વાંચો: Viral Video : અપંગ હોવાની જબરદસ્ત એક્ટિંગ કરે છે આ ડોગી, વીડિયો જોઇ લોકો બોલ્યા આને તો ઓસ્કર મળવો જોઇએ

 

Next Article