અહીં વીત્યું સીતાજીનું બાળપણ ! આ જ છે ત્રેતાયુગની ‘જનકપુરી’

અહીં વીત્યું સીતાજીનું બાળપણ ! આ જ છે ત્રેતાયુગની ‘જનકપુરી’
જાનકી મંદિર

વૈશાખ સુદ નોમ એ દેવી સીતાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. નેપાળની રાજધાની કાઠમંડુથી લગભગ 123 કિલોમીટરના અંતરે આવેલું છે જનકપુર.

TV9 Bhakti

| Edited By: Bhavesh Bhatti

May 20, 2021 | 1:16 PM

દેવી સીતા (SITA) એટલે તો સ્ત્રીત્વનું, સહનશીલતાનું, સુશીલતાનું અને સમજદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. દેવી સીતા એટલે તો ત્યાગની દેવી. આજનો દિવસ એટલે કે વૈશાખ સુદ નોમ એ દેવી સીતાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. શું તમે જાણો છો કે દેવી સીતાનું બાળપણ ક્યાં વીત્યું હતું ? જ્યાં દેવી સીતાનું બાળપણ વીત્યું તે સ્થાન આજે ક્યાં આવ્યું છે ? ચાલો, આજે આપને લઈ જઈએ ત્રેતાયુગની જનકપુરીમાં. એ જનકપુરીમાં કે જ્યાં આજે પણ દૃશ્યમાન છે રાજા જનકનો મહેલ અને આ મહેલના કણ-કણમાં સચવાયા છે દેવી સીતાના સ્પંદન.

આમ તો સમગ્ર નેપાળમાં ‘આધ્યાત્મિક્તા’ની અનુભૂતિ ડગલે ને પગલે મળતી જ રહે છે. પરંતુ, નેપાળની રાજધાની કાઠમંડુથી લગભગ 123 કિલોમીટરના અંતરે આવેલું જનકપુર ભક્તોના હ્રદયમાં અદકેરું જ સ્થાન ધરાવે છે. ધનુષા જિલ્લામાં આવેલું આ એ શહેર છે કે જેને લોકો જનકપુરના બદલે જનકપુરધામ કહેવું વધારે પસંદ કરે છે. અને કેમ ન કહે કારણ કે અહીં જ તો હતી રામાયણ કાળની મનોહારી મંગળકારી અને મનશાપૂર્તિ મિથિલા નગરી.

ત્રેતાયુગમાં મિથિલા નગરીમાં રાજા જનકનું રાજ હતું અને લોકવાયકા એવી છે કે આ જનકપુર જ તે સમયે મિથિલાની રાજધાની હતું. દેવી સીતાનો જન્મ કયા સ્થાન પર થયો તેને લઈને ભલે મતમતાંતર હોય પરંતુ, એ વાત તો દ્રઢપણે મનાઈ રહી છે કે આ જનકપુરના ‘જનકમહેલ’માં જ વિત્યું હતું દેવી સીતાનું બાળપણ.

Sitaji's childhood spent here! This is the 'Janakpuri' of Tretayug

સીતાનું બાળપણ

લોકમાન્યતા અનુસાર પ્રાચીનકાળમાં વિદેહના નામે પ્રસિદ્ધ આ સ્થાન પરથી જ ‘જનક’ રાજાઓ શાસન ચલાવતાં. વાસ્તવમાં વિદેહની ગાદિ પર બેસનાર દરેક રાજા ‘જનક’ તરીકે જ ઓળખાતો. અને તે જ કુળમાં રાજા ‘સીરધ્વજ’નું પ્રાગટ્ય થયું. આ ‘સીરધ્વજ’ એટલાં ગુણી અને જ્ઞાની હતાં કે તે જ ‘જનક’ રૂપે પ્રસ્થાપિત થઈ ગયા. અને તેમને જ ધરતી ખેડતાં એક ‘કન્યારત્ન’ની પ્રાપ્તિ થઈ. તે કન્યા એટલે જ તો દેવી ‘સીતા’. એ સીતા કે જે જનકપુરની આ જ ધરા પર ઉછર્યા હોવાની છે માન્યતા.

ત્રેતાયુગીની આ જનકપુરીએ દેવી સીતાના બાળપણને નિહાળ્યું પણ છે. અને સાથે જ શ્રીરામ પ્રત્યેના સીતાજીના અનુરાગનું તે સર્વપ્રથમ સાક્ષી પણ બન્યું છે. આ એ જ ભૂમિ છે કે જેની વાટિકામાં સિયા-રામજી પ્રથમવાર મળ્યા હતાં. અને આ જ ભૂમિ પર ધનુષ ભંગ કરી શ્રીરામ ‘મૈથિલી’ને વર્યા હતાં. સિયારામજીની એ યાદો અને સ્પંદનો આજે પણ આ ભૂમિ પર સચવાયેલી છે. અને તેને વધારે જ દ્રઢતા પ્રદાન કરી રહ્યો છે અહીંનો આ જનક મહેલ. જે પ્રસિદ્ધ છે જાનકી મંદિરના નામે.

આ પણ વાંચો : બાળવયે સંન્યાસ લેવાં આદિ શંકરાચાર્યજીએ શું કરી હતી લીલા ?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati