Viral Video : સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો વાયરલ (Viral) થાય છે. જેમાંથી કેટલાક વીડિયો ખૂબ જ ફની હોય છે તો કેટલાક આશ્ચર્યજનક પણ છે. આવો જ એક વિડીયો આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. આ વીડિયોમાં ‘ફાયરફોલ’ (Fire Fall) નો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. આ નજારો જોઈને એવું લાગે છે કે જાણે કોઈ ઊંચા ખડકની ટોચ પરથી અગ્નિ વહી રહી હોય. તમને જણાવી દઈએ કે, આ નજારો અમેરિકાનો (America) છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. 34 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 50 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 24 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. સાથે જ આ વીડિયોને જોયા બાદ લોકોએ વિવિધ કોમેન્ટ્સ પણ કરી છે. કેટલાકે કહ્યું કે આ એક અદ્ભુત નજારો છે, જ્યારે કેટલાકનું કહેવું છે કે આવી ઘટના પહેલા ક્યારેય જોઈ નથી.
A beautiful “firefall” created by the setting sun illuminating Horsetail Fall in Yosemite National Park..
🎥 @bethpratt
pic.twitter.com/HxcQO49dRR— Buitengebieden (@buitengebieden_) February 13, 2022
વીડિયો જોયા પછી કોઈપણને સવાલ થાય કે અગ્નિ ખરેખર ખડક પરથી નીચે પડી રહી છે ? જો તમે આવું વિચારી રહ્યા છો તો તમે ખોટા છો. કારણ કે ખડકમાંથી અગ્નિ નહી પણ પાણી વહે છે. તમને જણાવી દઈએ કે, આ એક વોટરફોલ છે, જે કેલિફોર્નિયાના યોસેમિટી નેશનલ પાર્કમાં સ્થિત છે. આ ધોધ ‘હોર્સટેલ ફોલ’ તરીકે ઓળખાય છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે સૂર્યના કિરણો સીધા ધોધ પર પડે છે, ત્યારે તે ચમકે છે અને આગ જેવા દેખાય છે. આ દૃશ્ય એવું લાગે છે કે જાણે તે પાણી નથી પણ જ્વાળામુખીમાંની લાવા છે, જે ખડકમાંથી નીચે પડી રહી છે. આ ધોધને ‘યોસેમિટી ફાયરફોલ’ પણ કહેવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ધોધ લગભગ 3 હજાર ફૂટ નીચે પડે છે. તે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
આ પણ વાંચો : મહિલાએ બિલાડીને પહેરાવી 100 ગ્રામ સોનાની ચેઈન, વજનના કારણે બિલાડીનું હરવા-ફરવાનું થયું મુશ્કેલ