બાઇકસવારે કારને મારી જોરદાર ટક્કર, રૂવાડા ઉભા કરી દેતો Video થયો વાયરલ

|

Aug 11, 2022 | 10:49 AM

અકસ્માત ગમે ત્યારે, ગમે ત્યાં થઈ શકે છે. આવા ઘણા અહેવાલો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દર વર્ષે લાખો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. એટલા માટે સાવધાની જરૂરી છે, પરંતુ આજકાલ એક રોડ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

બાઇકસવારે કારને મારી જોરદાર ટક્કર, રૂવાડા ઉભા કરી દેતો Video થયો વાયરલ
Accident Viral Video
Image Credit source: Twitter

Follow us on

જો કે સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો વાઈરલ થાય છે, પરંતુ કેટલીકવાર કેટલાક એવા વીડિયો જોવા મળે છે, જે રૂવાડા ઉભા કરી દે છે. ખાસ કરીને રોડ એક્સિડન્ટને લગતા કેટલાક વીડિયો (Accident Viral Video)હૃદયને હચમચાવી દે તેવા હોય છે. સરકાર અને વહીવટીતંત્ર તરફથી હંમેશા અપીલ કરવામાં આવે છે કે રસ્તા પર ચાલતી વખતે હંમેશા ખાસ કાળજી રાખવાની જરૂર છે, કારણ કે અકસ્માતનોનું નક્કી નથી હોતું. અકસ્માત ગમે ત્યારે, ગમે ત્યાં થઈ શકે છે. આવા ઘણા અહેવાલો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દર વર્ષે લાખો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. એટલા માટે સાવધાની જરૂરી છે, પરંતુ આજકાલ એક રોડ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

આ વીડિયોમાં એક બાઇકર અચાનક પાછળથી રોડ પર પાર્ક કરેલી કારને ટક્કર મારી દે છે, જેના કારણે કારની હાલત તો કફોડી બની જાય છે, સાથે જ બાઇક પર સવાર બે લોકોની હાલત પણ ખરાબ થઇ જાય છે. આમાંથી એક વ્યક્તિ ટક્કર થતાં જ હવામાં કૂદી પડે છે અને થોડે દૂર પડી જાય છે, જ્યારે બાઇક પર સવાર વ્યક્તિ ત્યાં કાર સાથે અથડાઈને નીચે પડી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે બંને લોકો બાઇક પરથી પડી જાય છે, તો પછી તેઓ ઉભા પણ નથી થઈ શકતા. તેનાથી અકસ્માતની ગંભીરતાનો ખ્યાલ આવે છે. આવા અકસ્માતોમાં લોકો વારંવાર જીવ ગુમાવે છે. એટલા માટે કહેવાય છે કે ઓવર સ્પીડ હંમેશા અકસ્માતનું કારણ બને છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ ખતરનાક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Vicious Videos નામની ID સાથે શેર કરવામાં આવ્યો છે. 21 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 28 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાક કહી રહ્યા છે કે તેના બચવાની સંભાવના ઘણી ઓછી છે તો કેટલાક કહી રહ્યા છે કે અકસ્માતમાં તેમનું મોત થયું છે.

Next Article