viral video : ઘરમાં જોવા મળ્યું સાબર, વન વિભાગની ટીમે કર્યું રેસ્કયું, જુઓ Video

|

Jan 29, 2023 | 8:44 AM

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. જેમાં જંગલી પ્રાણીઓ ખોરાકની શોધમાં માનવ વસવાટની નજીક આવે છે. જેના કારણે અનેક વખત વન વિભાગની ટીમ પશુઓને બચાવવા માટે બોલાવવી પડે છે.

viral video : ઘરમાં જોવા મળ્યું સાબર, વન વિભાગની ટીમે કર્યું રેસ્કયું, જુઓ Video
Sambar was found in the house the team of the forest department rescued it see the video

Follow us on

ઝડપથી વધી રહેલી માનવ વસ્તીને કારણે જ્યાં એક તરફ શહેરોનો વિકાસ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ, તેની સીધી અસર જંગલો અને ત્યાં રહેતા પ્રાણીઓ પર પડે છે. માનવ વસ્તીમાં વધવાને કારણે વધુ મકાન બનાવવામાં આવે છે. જેના કારણે જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે. તેથી વન્ય પ્રાણીઓને પણ વારંવાર અનેક સમસ્યાઓનો સામનો કરે છે.

આ પણ વાંચો : Dance Viral Video : ફાલ્ગુનીના ગીત પર જર્મન યુવતીએ મટકાવી કમર, દેશી અંદાજ થઈ રહ્યો છે વાયરલ

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. જેમાં જંગલી પ્રાણીઓ ખોરાકની શોધમાં માનવ વસવાટની નજીક આવે છે. જેના કારણે અનેક વખત વન વિભાગની ટીમ પશુઓને બચાવવા માટે બોલાવવી પડે છે. તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સાબર ઘરમાં ઘૂસી જવાની જ ઘટના સામે આવી છે. જે બાદ સમગ્ર વિસ્તારમાં કુતુહલનો વિષય બન્યો હતો.

 

વાયરલ થઈ રહેલા ફોટો અને વીડિયો IFS ઓફિસર ગોરવ શર્માએ ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં એક સાબર ઘરના લિવિંગ રૂમની અંદર ઊભેલા જોઈ શકાય છે. સાથેના વીડિયોમાં વન વિભાગની ટીમ  સાબરને બચાવતી જોઈ શકાય છે. વીડિયો અને ફોટો શેર કરવાની સાથે જ કહેવામાં આવ્યું છે કે આ સાબર મધ્ય પ્રદેશના કટનીના વિજયરાવગઢમાં એક ઘરની અંદર ઘૂસી ગયું હતું.

 

હાલમાં વાયરલ થઈ રહેલા રેસ્ક્યુ વીડિયોમાં કેટલાક લોકો હરણને ઘરની બહાર લઈ જઈને જાળમાં પકડતા જોઈ શકાય છે. આ સાથે બીજા વિડિયોમાં રેસ્ક્યુ દરમિયાન એકઠા થયેલા લોકોની ભીડ જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા છે. અત્યાર સુધી આ વીડિયોને 22 હજારથી વધુ વ્યૂઝ મળ્યાં છે. આ વીડિયો પર યૂઝર્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે કે આ રીતે માનવ વસાહત વધવાને કારણે જંગલી પ્રાણીઓના હુમલા સામાન્ય બની ગયા છે.

Next Article