Shocking Video : ‘મોત હાથ તાળી આપીને ગયું’ રસ્તા પર અચાનક ટ્રકની નીચે આવી ગઈ મહિલા, શ્વાસ થંભાવી દે તેવો Video થયો Viral

|

Aug 06, 2022 | 1:27 PM

શ્વાસ થંભાવી દે તેવો સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ટ્વિટર પર Shocking Videos નામ સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, 'ભાગ્યશાળી મહિલા'. માત્ર 3 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 7 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Shocking Video : મોત હાથ તાળી આપીને ગયું રસ્તા પર અચાનક ટ્રકની નીચે આવી ગઈ મહિલા, શ્વાસ થંભાવી દે તેવો Video થયો Viral
shocking road accident

Follow us on

રસ્તા પર ચાલતી વખતે કે રોડ ક્રોસ કરતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે, નહીં તો ક્યારે અને ક્યાં અકસ્માત થાય છે તેની કોઈને ખબર નથી. દરરોજ આપણે રોડ અકસ્માતના (Road accident) સમાચાર સાંભળીએ છીએ અને જોઈએ છીએ. જેમાં ક્યારેક લોકો જીવ ગુમાવે છે તો ક્યારેક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. જો કે, એવું જરૂરી નથી કે દરેક વખતે તેમાં વાહનનો જ વાંક હોય. કેટલીકવાર રાહદારીઓ પણ તેમની બેદરકારીના કારણે વાહનની નીચે આવીને જીવ ગુમાવે છે. સોશિયલ મીડિયા પર અકસ્માતોને લગતા તમામ પ્રકારના વીડિયો અવાર-નવાર વાયરલ થતા રહે છે. આજકાલ આવો જ એક શોકિંગ વીડિયો (Shocking Video) વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા અકસ્માતનો ભોગ બનીને બચી જાય છે.

ખરેખર, તે દોડીને રોડ ક્રોસ કરવા માંગતી હતી, પરંતુ રસ્તાની વચ્ચે જ તેનો પગ લપસી ગયો અને તે ટ્રકની નીચે આવી ગઈ. તે નસીબદાર છે કે ટ્રકના ડ્રાઈવરે સમયસર બ્રેક લગાવી, નહીં તો તેનું માથું સીધું ટ્રકના વ્હીલ નીચે આવી જવાનું હતું.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ચોંકાવનારો વીડિયો જુઓ…

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે મહિલા દોડીને રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તેની નજર એક ઝડપભેર ચાલતી ટ્રક પર પડે છે, જેને જોઈને તે અચાનક રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેનો પગ લપસી જાય છે અને તે ત્યાં જ નીચે પડી જાય છે. તે પડી જતાં, ટ્રકનું એક વ્હીલ આગળ નીકળી ગયું હતું અને પાછળનું વ્હીલ તેના માથામાં અથડાવાનું હતું, પરંતુ ડ્રાઇવરે તરત જ બ્રેક લગાવી, અને મહિલાનો જીવ બચાવ્યો.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Shocking Videos નામની આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘ભાગ્યશાળી મહિલા’. માત્ર 3 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 7 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 18 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ કોમેન્ટ્સ પણ કરી છે.

આ વીડિયો જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે-તે દિવસે મહિલાએ તેનો બીજો જન્મદિવસ ઉજવવો જોઈએ, કારણ કે તેને નવું જીવન મળ્યું છે.

Next Article