Video: કરચલાઓની પરેડે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ ! આ અનોખી પરેડ જોઈને લોકો આશ્વર્યચકિત

|

Nov 20, 2021 | 5:46 PM

આજકાલ સોશિયલ મીડિયા પર લાલ કરચલાના એક વીડિયોએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે. વીડિયોમાં આ અનોખી પરેડ જોઈને લોકો આશ્વર્યચકિત થઈ ગયા છે.

Video: કરચલાઓની પરેડે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ ! આ અનોખી પરેડ જોઈને લોકો આશ્વર્યચકિત
Red Crabs

Follow us on

Viral Video: સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ક્યારે શું જોવા મળે કંઈ કહી શકાય નહીં. તમે ઘણી વાર કીડીઓને એકસાથે ફરતી જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય કરચલાઓને (Red Crab) એકસાથે જોયા છે? કદાચ નહીં! પરંતુ તમને જણાવી દઈએ કે આવો જ એક અજીબોગરીબ વીડિયો સામે આવ્યો છે, જેમાં ઘણા બધા કરચલા એક સાથે ફરતા જોવા મળે છે. સૈનિકોની પરેડ જેમ નીકળેલા આ કરચલાને જોઈને યુઝર્સ (Users) દંગ રહી ગયા છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

મળતી માહિતી મુજબ આ વીડિયો ઓસ્ટ્રેલિયાનો છે, જેમાં કરચલાઓની સેના ત્યાંની સડકો પર ફરતી જોવા મળી રહી છે. આ વીડિયો જોઈને ઘણા લોકોએ પૂછ્યું કે શું ઓસ્ટ્રેલિયાએ કરચલાઓની સેના તૈયાર કરી છે? આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી Parks Australia નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

 

જુઓ વીડિયો

 

સોશિયલ મીડિયા યુઝર્સ આ કરચલાઓને રેડ આર્મીનું નામ આપ્યું

વીડિયોમાં જોઈ શકાય છે કે આખો રોડ લાલ કરચલાથી ભરાઈ ગયો છે. આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા શેર કરી છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયામાં (Australia) ક્રિસમસના સમયે આવો નજારો સામાન્ય છે. આ સમયે કરચલાઓ અહીં સ્થળાંતર કરે છે. આવી સ્થિતિમાં તેઓ ટોળાંમાં બહાર આવે છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ કરચલાઓને રેડ આર્મીનું નામ આપ્યું છે.

 

આ પરેડ વીડિયો પર કેટલાક યુઝર્સ પોતાની પ્રતિક્રિયા નોંધાવી છે, જેમાં એક યુઝરે (User) કોમેન્ટ કરતા લખ્યુ કે પહેલીવાર કરચલાઓની પરેડ જોઈ. અન્ય એક યુઝરે લખ્યુ કે ઓસ્ટ્રેલિયન સરકારે કરચલાઓને ટ્રેનિંગ આપી છે. આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: સ્કૂટર કે રેલગાડી ? આ વ્યક્તિએ જુગાડથી સ્કૂટરને આપ્યો નવો લુક, લોંગ ડ્રાઈવ પર નીકળેલા આ પરિવારને જોઈને સૌ કોઈ આઘાતમાં

 

આ પણ વાંચો: Video : સ્કૂલ ડ્રેસ પહેરીને સાઈકલ ચલાવતા વાંદરાનો વીડિયો થયો વાયરલ, વાંદરાની મસ્તી જોઈને લોકો હસીને લોટ પોટ થયા

Next Article