Viral: આ ‘છોટી દીપિકા’ ના વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એક્સપ્રેશન્સ પર રણવીર સિંહ થયો ફિદા

|

Feb 10, 2022 | 12:13 PM

હાલમાં એક 'છોટી દીપિકા'(Chhoti Deepika)નો વીડિયો ઈન્ટરનેટ જગતમાં ખળભળાટ મચાવી રહ્યો છે. જેમાં બાળકી ફિલ્મ 'રામ લીલા'ના ડાયલોગ પર જબરદસ્ત એક્સપ્રેશન આપતી જોવા મળે છે. આ વીડિયો રણવીર સિંહે (Ranveer Singh) પોતે શેર કર્યો છે. અને ખૂબ વખાણ પણ કર્યા છે.

Viral: આ છોટી દીપિકા ના વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એક્સપ્રેશન્સ પર રણવીર સિંહ થયો ફિદા
Ranveer Singh Shares video (Image: Twitter video screengrab)

Follow us on

દીપિકા પાદુકોણ (Deepika Padukone)બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તેણે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ થી તેની બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી અને ત્યારથી તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે, આ સમયગાળા દરમિયાન તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, પરંતુ તેણે તેની કારકિર્દીને અસર થવા દીધી નહીં. ખાસ વાત એ છે કે તેના કેટલાક ડાયલોગ્સ એટલા હિટ છે કે દરેક ઉંમરના લોકો તેના પર લિપ-સિંક કરીને સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતવાનો પ્રયાસ કરે છે. હાલમાં એક ‘છોટી દીપિકા'(Chhoti Deepika)નો વીડિયો ઈન્ટરનેટ જગતમાં ખળભળાટ મચાવી રહ્યો છે. જેમાં બાળકી ફિલ્મ ‘રામ લીલા’ના ડાયલોગ પર જબરદસ્ત એક્સપ્રેશન આપતી જોવા મળે છે. આ વીડિયો રણવીર સિંહે (Ranveer Singh) પોતે શેર કર્યો છે. ખૂબ વખાણ પણ કર્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં એક નાની છોકરી સોફા પર બેઠેલી જોવા મળી રહી છે. તેણે દીપિકા પાદુકોણ જેવા કપડા પહેર્યા છે. આ સિવાય મેકઅપને પણ મેચ કરવાનો પ્રયાસ કર્યો છે. આ બાળકી રામલીલા ફિલ્મના ડાયલોગ્સ પર લિપસિંક કરી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો માત્ર 20 સેકન્ડનો છે, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. કારણ કે બાળકીએ એવા જોરદાર એક્સપ્રેશન્સ આપ્યા છે કે તમે પણ આ વીડિયો વારંવાર જોશો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

રણવીર સિંહે આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. પત્ની દીપિકા પાદુકોણને ટેગ કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, ‘લીલા જેવું કોઈ નથી! પોતાના આ મિની વર્ઝનને ચેકઆઉટ કરો. હું આ નાનકડી દીપિકાના એક્સપ્રેશનનો દિવાનો બની ગયો છું.’ સોશિયલ મીડિયાના લોકો આ વીડિયોને ખૂબ એન્જોય કરી રહ્યા છે. બાળકીની સુંદરતા જોઈને દરેક લોકો દંગ રહી જાય છે.

ટ્વિટર પર એક દિવસ પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ત્યારે 4500 થી વધુ લોકોએ તેને લાઇક કર્યો છે અને 500 થી વધુ લોકોએ તેને રીટ્વીટ કર્યું છે. આ સંખ્યા સતત વધી રહી છે. ત્યારે વીડિયો જોયા પછી, ઘણા યુઝર્સે તેના પર પોતપોતાની પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો: Success Story: ફુલોની ખેતી કરે છે આ પ્રગતિશીલ ખેડૂત, ખુબ જ રસપ્રદ છે રણબીર સિંહની કહાની

આ પણ વાંચો: હવે કોરિયન મહિલાને ચડ્યો Srivalli ફિવર, વીડિયો જોઈ લોકોએ કહ્યું દીદીએ શું ડાન્સ કર્યો !

Next Article