Video : આ સસલાએ જીવ બચાવવા માટે રેલ્વે ટ્રેક પર મુકી દોટ ! દિલ ધડક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ

|

Nov 21, 2021 | 6:37 PM

તમે એ કહેવત તો સાંભળી જ હશે કે જ્યારે કોઈના જીવ પર બની વાત આવે ત્યારે ઉંદર પણ સિંહ બની જાય છે અને તે પરિસ્થિતિનો મક્કમતાથી સામનો કરે છે. આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે.

Video : આ સસલાએ જીવ બચાવવા માટે રેલ્વે ટ્રેક પર મુકી દોટ ! દિલ ધડક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ

Follow us on

Viral Video: સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ કોઈને કોઈ વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બને છે. ઘણી વખત આ વીડિયો જોવાની મજા આવે છે, જ્યારે કેટલાક વીડિયો (Video) જોઈને આશ્ચર્ય પણ થતુ હોય છે. તાજેતરના દિવસોમાં પણ કંઈક આવું જ સામે આવ્યું છે. જેને જોયા બાદ તમે એક ક્ષણ માટે દંગ રહી જશો.

 

તમે એ કહેવત તો સાંભળી જ હશે કે જ્યારે કોઈના જીવની વાત આવે ત્યારે ઉંદર પણ સિંહ બની જાય છે અને તે પરિસ્થિતિનો મક્કમતાથી સામનો કરે છે. આવું જ કંઈક આ દિવસોમાં પણ જોવા મળ્યું, જ્યાં એક સસલુ (Rabbit) જે રીતે જીવ બચાવવા માટે દોડે છે, તે જોઈને તમે પણ દંગ રહી જશો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

સસલાએ રેલવે ટ્રેક પર બરોબરની દોડ લગાવી

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સુંદર નાનું સસલું ટ્રેનની સામે રેલ્વે ટ્રેક (Railway Track) પર દોડતું જોઈ શકાય છે. પ્રિય પ્રાણીને આ રીતે પોતાના જીવ માટે લડતા જોઈને ટ્રેનના ડ્રાઈવરે પણ ગાડી ધીમી કરી. સાથે ડ્રાઈવર હોર્ન દ્વારા પણ સસલાને ચેતવણી આપતા જોવા મળે છે અને આખરે સસલુ પોતાનો જીવ બચાવવામાં સફળ થાય છે.

 

જુઓ વીડિયો

વીડિયોને 10 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે

આ ચોંકાવનારો વીડિયો ફેસબુક પર Viral hog નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 10 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો યુઝર્સ પસંદ કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે (User) લખ્યું ‘આ બિલકુલ ખોટું છે, ટ્રેન ડ્રાઈવરે સસલાની આ સ્થિતિની મજાક ન કરવી જોઈએ.’જ્યારે અન્ય એક યુઝરે ટ્રેનના ડ્રાઈવરની પ્રશંસા કરી કહ્યું કે જો તે ઈચ્છતો તો સસલાને સરળતાથી કચડીને આગળ વધી શકતો હતો, પરંતુ તેણે આ પસંદ કર્યું ન હતું, પરંતુ તેના બહાર જવાની રાહ જોઈ હતી.

 

આ પણ વાંચો: ભારે કરી ! આ વાંદરાઓએ સ્માર્ટ ફોન માટે કરી પડાપડી, Video જોઈને યુઝર્સે કહ્યું “આપણા પૂર્વજો”

 

આ પણ વાંચો: Viral Video : લો બોલો ! શખ્સે પાણીની બદલે ફેન્ટામાં બનાવી દીધી મેગી, વિડીયો જોઈને લોકો બોલ્યા – હે પ્રભુ ઉઠાવી લો…

Published On - 6:36 pm, Sun, 21 November 21

Next Article