Video : રસ્તા પર ચાની ચૂસ્કી લેતા જોવા મળ્યા આ મુખ્યપ્રધાન, CM નો આ અનોખો અંદાજ જોઈને તમે પણ કહેશો “વાહ”

|

Sep 23, 2021 | 3:03 PM

આજકાલ પંજાબના નવા મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે અમૃતસરના રસ્તા પર ચાની ચૂસ્કી લેતા જોવા મળી રહ્યા છે.

Video : રસ્તા પર ચાની ચૂસ્કી લેતા જોવા મળ્યા આ મુખ્યપ્રધાન, CM નો આ અનોખો અંદાજ જોઈને તમે પણ કહેશો વાહ
Punjab CM Charanjit Singh Channi

Follow us on

Viral Video : પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ દરેકની નજર આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેના પર હતી. આ અંગેનું સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. બે દિવસના વિચાર વિમર્શ અને બેઠકો બાદ ચરણજીત સિંહ ચન્નીનું નામ નક્કી કરવામાં આવ્યુ હતુ. ચરણજીત ચન્નીએ(charanjit singh channi) તાજેતરમાં પંજાબના 16માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.

મુખ્યપ્રધાન અમૃતસરની સડકો પર ચાની ચુસ્કી માણતા જોવા મળ્યા

સોશિયલ મીડિયા પર અવાર નવાર કેટાલાક વીડિયો વાયરલ (Viral Video) થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ખુબ હસવુ આવે છે. જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક પંજાબના મુખ્યપ્રધાનનો વીડિયો વાયરલ (Video) થઈ રહ્યો છે. જેમાં તે ચાની દુકાન પર ચાની ચુસ્કી માણતા જોવા મળી રહ્યા છે. મુખ્યપ્રધાનનો આ અંદાજ જોઈને તમને પણ આશ્વર્ય થશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે, નવજોતસિંહ સિધ્ધુ સાથે પંજાબના મુખ્યપ્રધાન (Punjab Chief minister) ચરણજીત સિંહ ચન્ની જોવા મળી રહ્યા છે. અમૃતસરના રસ્તા પર ચાની ચુસ્કી માણતા ચરણજીત સિંહ એક કવિતા પણ સંભળાવે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

મુખ્યપ્રધાન  ચરણજીત સિંહ ચન્નીનો આ અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે

તમને જણાવી દઈએ કે, નવજોતસિંહ સિધ્ધુ દ્વારા તેના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ (Facebook Account) પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, મુખ્યપ્રધાન હોય તો આવા, સોશિયલ મીડિયા યુઝર્સને (Users) મુખ્યપ્રધાન  ચરણજીત સિંહ ચન્નીનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.

 

આ પણ વાંચો: Viral Video : બાળક પર પડવાની હતી દિવાલ માતાએ વચ્ચે આવીને બચાવી લીધો જીવ

આ પણ વાંચો: Viral Video : એકબીજાને પ્રેમથી ગળે મળી બે બિલાડીઓ, લોકોએ કહ્યુ વીડિયો શેર કરવા બદલ આભાર

Next Article