Breaking News : મુસ્લિમ રેસ્ટોરન્ટના મુસ્લિમ માલિકે ફરી કર્યો હિન્દુઓ પર હુમલો, પોસ્ટમાં ભગવાન શ્રી કૃષ્ણને નોનવેજ ખાતા બતાવ્યા

કેરળની એક મુસ્લિમ રેસ્ટોરન્ટના માલિકે વિશુ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણને નોન-વેજ ભોજન સાથે દર્શાવતું પોસ્ટર શેર કરતાં હિન્દુઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ પોસ્ટરથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી. જોકે આ કૃત્ય શું કોઈ સ્પેશિયલ એજંડા હતો તેને લઈને અનેક સવાલો ઊભા થાય છે.

Breaking News : મુસ્લિમ રેસ્ટોરન્ટના મુસ્લિમ માલિકે ફરી કર્યો હિન્દુઓ પર હુમલો, પોસ્ટમાં ભગવાન શ્રી કૃષ્ણને નોનવેજ ખાતા બતાવ્યા
| Updated on: Apr 17, 2026 | 5:47 PM

કેરળમાં ફરી એક મુસ્લિમ રેસ્ટોરન્ટના માલિક દ્વારા હિન્દુઓ પર હુમલો કરવા બરાબર કૃત્ય કરાયું છે. ચેરથલા ખાતે આવેલ ‘Meher Mandi & Grills’ના વિશુ સ્પેશિયલ એડને લઈને લોકોમાં ભારે રોષ ઉભો થયો છે. આ રેસ્ટોરન્ટ સ્થાનિક ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના નેતાના પુત્ર મોહમ્મદ શેમીર દ્વારા સંચાલિત હોવાનું કહેવામાં આવે છે.

વિવાદનું મુખ્ય કારણ એ છે કે આ જાહેરાતમાં ભગવાન શ્રી કૃષ્ણને નોન-વેજ વાનગી સાથે દર્શાવવામાં આવ્યા છે, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. હિંદુઓના સૌથી પવિત્ર તહેવારોમાંના એક દરમિયાન આવી જાહેરાત બહાર પાડવામાં આવતાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આક્ષેપો વધુ તેજ બન્યા છે અને કેરળમાં વિરોધ પ્રદર્શન પણ શરૂ થયા છે.

આ ઘટનાને પગલે સ્પષ્ટ થાય છે કે, રેસ્ટોરન્ટના મુસ્લિમ માલિક દ્વારા હિન્દુઓની ભાવનાને ટાર્ગેટ કરવામાં આવી..લોકોએ એમ પણ કહ્યું કે આ કૃત્ય ઇરાદાપૂર્વક કરવામાં આવે છે અને ભૂલથી નહીં..

મુસ્લિમ માલિક હોવા છતાં રેસ્ટોરન્ટનું હિન્દુ નામ રાખીને વ્યાપાર કરવાની ઘટનાના અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે. આ એ જ પ્રકારની ઘટના બની જેમાં પોતે મુસ્લિમ હોવ છતાં હિન્દુ દેવી દેવતાની તસવીરોનો ખોટી રીતે ઉપયોગ કરી લોકોના મગજમાં વૈમનસ્ય ફેલાવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, આ રેસ્ટોરન્ટ માલિક સામે કાર્યવાહી કેટલી હદે થશે ?

ભારત દેશમાં ખૂણે ખૂણે થી આમ નહીં તો અન્ય વિવિધ પ્રકારે હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવતા હોવાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. આ ઘટનાઓ માંથી મોટાભાગની ઘટનાના તાર કોઈ નક્કી એજન્ડા સાથે જોડાયેલા હોય છે… આવી જ નાની નાની ઘટનાઓ કેરળ ફાઇલ્સ જેવી ઘટનાઓને અંજામ આપતી હોય છે જે જગજાહેર છે.

ભૂતકાળમાં પણ આવી કેટલીક ઘટનાઓ બની ચૂકી છે જેણે હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે, જેમ કે,

  • 2023માં Swiggy પર કેટલાક યુઝર્સે “શ્રાવણ દરમિયાન નોન-વેજ પ્રોમોશન” અંગે આક્ષેપ કરી સોશિયલ મીડિયા પર વિરોધ નોંધાવ્યો હતો.
  • Zomato ને પણ અનેક વખત ધાર્મિક તહેવારો દરમિયાન ખાદ્ય જાહેરાતોને લઈને ટ્રોલિંગ અને બોયકૉટ ટ્રેન્ડનો સામનો કરવો પડ્યો છે.
  • 2022માં Fabindia ના “જશ્ન-એ-રિવાઝ” કેમ્પેઈનને દિવાળી સાથે જોડાતા વિવાદ ઉભો થયો હતો, બાદમાં કંપનીએ એડ પાછો ખેંચ્યો.
  • 2021માં Tanishq ની ઇન્ટરફેથ એડને લઈને ભારે વિરોધ થયો હતો અને કંપનીએ કેમ્પેઈન હટાવ્યું હતું.
  • કેટલીક જગ્યાએ તહેવારો દરમિયાન ધાર્મિક પ્રતીકો સાથે ફૂડ પ્રોમોશન કરવા બદલ લોકલ રેસ્ટોરન્ટ્સને પણ સોશિયલ મીડિયા પર વિરોધનો સામનો કરવો પડ્યો છે.

કેરળની આ ઘટનાને લઈ ઘણા લોકોએ જણાવ્યું કે ધાર્મિક તહેવાર દરમિયાન ભગવાન કૃષ્ણને નોન-વેજ ખોરાક સાથે દર્શાવવું બિલકુલ અયોગ્ય છે. જાણીજોઈને કરેલું આ કૃત્ય ભૂલ નહીં પરંતુ સમાજને અન્ય દિશા તરફ લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જોકે આવું કૃત્ય કરનારને કડક સજા આપવી જરૂરી બની છે જેથી અન્ય કોઈ આ પ્રકારનું કૃત્ય કરવાની હિંમત ન કરે.

વિવાદ વધતા રેસ્ટોરન્ટે સોશિયલ મીડિયા પર એક માફી વીડિયો જાહેર કર્યો. તેમાં માલિકોએ આ ઘટનાને લઈને ખેદ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે પોસ્ટર બહારના ડિઝાઈનર પાસેથી બનાવડાવવામાં આવ્યું હતું. તેઓએ કહ્યું કે યોગ્ય આંતરિક ચકાસણી વગર જ પોસ્ટ અપલોડ થઈ ગઈ હતી.

રેસ્ટોરન્ટે વધુમાં ખાતરી આપી કે આ એક અનિચ્છિત ભૂલ હતી અને ભવિષ્યમાં આવી ઘટના ફરી નહીં બને તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે. છતાં, ઘણા લોકો આ સ્પષ્ટીકરણથી સંતોષ પામ્યા નથી અને તેઓએ આ મુદ્દે પોતાનો વિરોધ ચાલુ રાખ્યો છે.

સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે રેસ્ટોરન્ટના સ્પષ્ટીકરણને સ્વીકાર્યું નથી. ઘણા લોકોનું માનવું છે કે આવી કલ્પના માત્ર બહારના ડિઝાઈનર તરફથી આવી શકે નહીં, પરંતુ તેમાં રેસ્ટોરન્ટની સીધી સંડોવણી હોવી જ જોઈએ. એક યુઝરે લખ્યું હતું કે ડિઝાઇન ભલે આઉટસોર્સ કરવામાં આવી હોય, પરંતુ વિચાર તો કંપની તરફથી જ આવ્યો હશે. તેથી આ ભૂલ નહીં પરંતુ જાણબૂઝીને કરવામાં આવેલ પગલું છે.

એક અન્ય યુઝરે સંસ્કૃતિ પ્રત્યેની સંવેદનશીલતાના અભાવ પર સવાલ ઉઠાવ્યો. તેમણે લખ્યું કે જો પહેલેથી જ ખબર હોય કે આ પગલું લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે, તો પછી આવું કરવાનું શું કારણ હતું? તેમના મુજબ, આવી બાબતમાં મૂળભૂત સાંસ્કૃતિક સમજ અને જવાબદારી જરૂરી છે, જે અહીં જોવા મળી નથી.

એક ત્રીજા યુઝરે આ ઘટનાની તુલના અગાઉના વિવાદો સાથે કરતાં કહ્યું કે આ કોઈ ભૂલ નથી, પરંતુ જાણબૂઝીને કરવામાં આવેલ કામ છે. તેમના શબ્દોમાં, આવી ઘટનાઓ પહેલા ઈરાદાપૂર્વક કરવામાં આવે છે અને પછી વિરોધ ઉઠે ત્યારે માત્ર નબળી માફી આપી દેવામાં આવે છે.

રેસ્ટોરન્ટ દ્વારા માફી માંગવામાં આવી હોવા છતાં, ઓનલાઈન પ્રતિક્રિયાઓ પરથી એવું જણાઈ રહ્યું છે કે લોકોનો એક મોટો વર્ગ આ સમગ્ર ઘટનાને માત્ર એક સામાન્ય ચૂક તરીકે નથી જોઈ રહ્યો, પરંતુ તેને ગંભીર રીતે લઈ રહ્યો છે.

શિક્ષકની અનોખી ભણાવવાની રીત વાયરલ, જુઓ Video

Published On - 4:59 pm, Fri, 17 April 26

Follow Us