PM Modi in Quad: ખરો નેતા એ છે કે જે રસ્તો જાણે છે, એ માર્ગે જાય છે અને અન્યોને રસ્તો બતાવે છે, વિશ્વના નેતા પાછળ અને વડાપ્રધાન મોદી આગળ ચાલતા હોવાનો Photo Viral

PM Modi in Quad: ખરો નેતા એ છે કે જે રસ્તો જાણે છે, એ માર્ગે જાય છે અને અન્યોને રસ્તો બતાવે છે, વિશ્વના નેતા પાછળ અને વડાપ્રધાન મોદી આગળ ચાલતા હોવાનો Photo Viral
Behind the world leader and Prime Minister Modi walking ahead Photo Viral (Photo by Tweeter)

PM Modi Viral Photo: વડાપ્રધાન મોદી દ્વારા વિશ્વના નેતાઓ વચ્ચે ક્વાડ સંમેલન(Quad Summit)માં કરવામાં આવેલા સંબોધન બાદ એક તસવીર ખુબજ વાયરલ થઈ રહી છે જેણે સોશ્યલ મિડિયા પર #Narendramodi ને ટ્રેન્ડમાં લાવી દીધુ છે. 

Pinak Shukla

|

May 24, 2022 | 1:06 PM

Pm Modi in Quad: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના જાપાન (Japan)પ્રવાસના બીજા દિવસની શરૂઆત ક્વાડ (Quad Summit)સમિટથી થઈ રહી છે. પીએમ મોદી જાપાનના બે દિવસના પ્રવાસે પહોંચ્યા છે. ટોક્યોમાં ક્વોડ લીડર્સ સમિટ દરમિયાન, વડાપ્રધાન મોદી તેમના જાપાની સમકક્ષ ફ્યુમિયો કિશિદા, યુએસ પ્રમુખ જો બિડેન અને ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા પીએમ એન્થોની અલ્બેનિસ સાથે ક્ષેત્રના વિકાસ અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કરશે. વડાપ્રધાન આજે જ ભારત આવવા માટે રવાના થઈ જશે. વડાપ્રધાન મોદી દ્વારા વિશ્વના નેતાઓ વચ્ચે ક્વાડ સંમેલનમાં કરવામાં આવેલા સંબોધન બાદ એક તસવીર ખુબજ વાયરલ થઈ રહી છે જેણે સોશ્યલ મિડિયા પર #Narendramodi ને ટ્રેન્ડમાં લાવી દીધુ છે. 

આ તસવીર વિશ્વનાં ટોચના દેશનાં નેતાઓ સાથેની છે કે જેમાં જોઈ શકાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી આગળ ચાલી રહ્યા છે અને પાછળ તમામ નેતાઓ જાણે તેમને ફોલો કરી રહ્યા હોય તેવી ચિત્ર ઉભરીને સામે આવ્યુ છે. આ ફોટો વાયરલ થયા બાદ ભાજપનાં નેતા હોય કે પછી આમ જનતા તમામે ટ્વિટર પર ફોટો શેર કરીને પોતાની લાગણીને દર્શાવવાની શરૂ કરી છે. મોટાભાગની ટ્વિટમાં ભૂતકાળની સરકાર અને પ્રવર્તમાન સરકારનાં નેતા વચ્ચેવી સરખામણી થવા લાગી છે. લોકો મજેદાર ફોટો પણ શેર કરીને પુછી રહ્યા છે કે તમારો કયો નેતા સૌથી ફેવરિટ છે?

Viral Photo (Tweeter)

જણાવી દઈએ કે ભારત, ઑસ્ટ્રેલિયા, યુએસ અને જાપાનના બનેલા ક્વાડ જૂથના નેતાઓ, યુક્રેન સામે રશિયન આક્રમણ અને ચીન સાથેના દરેક સભ્ય દેશના દ્વિપક્ષીય સંબંધોમાં આવેલી તિરાડને કારણે ભૌગોલિક રાજકીય ઉથલપાથલ વચ્ચે જાપાનની રાજધાનીમાં બેઠક કરી રહ્યા છે અને તે વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ તસવીરથી દુશ્મન દેશ ચીન અને પાકિસ્તાનના પેટમા તેલ રેડાઈ શકે છે.

ટ્વિટર પર ચાલી રહેલા ટ્રેન્ડની કેટલીક ટ્વિટ

ગઈકાલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં જમાવ્યુ હતું કે તેઓ માખણ પર નહી પણ પથ્થર પર રેખા ખેંચે છે. વિશ્વના નેતાઓ સાથેનો ઘરોબો, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ઉભી થયેલી મજબૂત છાપ વચ્ચે વિશ્વનાંજ નેતાઓને લીડ કરવા તરફની આ તસવીર ઘણુ બધુ કહી જાય છે.

ભારતનું પ્રતિનિધિત્વ કરતા અને ભારતનાં આંતરરાષ્ટ્રિય સ્તરે ડિપ્લોમેટિક સંબંધોને એક નવો જ આકાર, દિશા અને ઉંચાઈ પર પહોચાડનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભૂતકાળના વડાપ્રધાન મનમોહનસિંહની તસવીર શેર કરવામાં આવી રહી છે કે જેમાં એ જ સરખામણી કરવામાં આવી રહી છે કે મોદી અને મનમોહનસિંહમાં કૌણ સૌથી મજબૂત નેતા તરીકે ઉભરીને સામે આવ્યા છે.

PM Modi and Manmohan Singh (Tweeter Viral)

વિદેશમાં વસનારા નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ માટે આ ફોટો જાણે ખુશી અને ગર્વની અનુભૂતિ કરાવનારો બની રહ્યો છે.  ઘણાં લોકોએ તો  લખ્યુ છે કે  મોદીજીએ ભારતીયોને નવો આત્મવિશ્વાસ આપ્યો છે; આ તો માત્ર શરૂઆત છે. ભૂતકાળની સરકારને લઈ હું 10 વર્ષ પહેલા ભારતીય મૂળનો હોવાનો શરમ અનુભવતો હતો, હવે, હું તે ભારતીયોમાંનો એક છું, જેઓ પોતાની સ્લીવ પર ભારત પહેરે છે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ભારત અને જાપાનને કુદરતી ભાગીદાર ગણાવ્યા છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે વિશ્વના 40 ટકા ડિજિટલ વ્યવહારો ભારતમાં થાય છે. તેમણે કહ્યું કે અમે ભારત અને જાપાન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને મજબૂત રીતે આગળ લઈ જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું, ‘હું માખણ પર નહીં, પથ્થર પર રેખા દોરું છું.’ નિવેદન અને હવે વાયરલ થયેલા ફોટોએ સોશ્યલ મિડિયાથી લઈ દેશપ્રેમીઓનું મન જરૂર જીતી લીધુ છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati