Viral : મૃતદેહને વચ્ચે રાખી પરિવારજનોએ હસતાં હસતાં પડાવ્યો ફોટો, સોશિયલ મીડિયા પર બન્યો ચર્ચાનો વિષય

|

Aug 25, 2022 | 12:53 PM

તસવીરને લઈને સોશિયલ મીડિયા (Social Media)માં ચર્ચા થઈ રહી છે કે આ કેવો પરિવાર છે, જે કોઈના મૃત્યુ પર આટલો બધો જશ્ન મનાવી રહ્યો છે. આ તસવીરે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો હતો જ્યારે કેરળના મંત્રી વી સિનાવનકુટ્ટુ પણ તેમાં જોડાયા હતા.

Viral : મૃતદેહને વચ્ચે રાખી પરિવારજનોએ હસતાં હસતાં પડાવ્યો ફોટો, સોશિયલ મીડિયા પર બન્યો ચર્ચાનો વિષય
funeral Viral Photo
Image Credit source: Facebook

Follow us on

કેરળમાં અંતિમ સંસ્કાર દરમિયાન ક્લિક કરાયેલી એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Photo) થઈ રહી છે, જેમાં પરિવારના સભ્યો મૃતદેહને વચ્ચે રાખીને હસતા જોઈ શકાય છે. હવે આ તસવીરને લઈને સોશિયલ મીડિયા (Social Media)માં ચર્ચા થઈ રહી છે કે આ કેવો પરિવાર છે, જે કોઈના મૃત્યુ પર આટલો બધો જશ્ન મનાવી રહ્યો છે. આ તસવીરે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો હતો જ્યારે કેરળના મંત્રી વી સિનાવનકુટ્ટુ પણ તેમાં જોડાયા હતા.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આ મામલો પથાનથિટ્ટા જિલ્લાના માલાપલ્લી ગામનો છે, જ્યાં ગયા અઠવાડિયે 95 વર્ષીય મરિયમાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 17 ઓગસ્ટે તેમનું અવસાન થયું હતું. વાયરલ તસવીરમાં પરિવારના ઓછામાં ઓછા 40 સભ્યો હસતા જોવા મળે છે. મરિયમ્મા છેલ્લા એક વર્ષથી પથારીવશ હતા, જેમની હાલત છેલ્લા કેટલાક સપ્તાહમાં બગડી હતી. તેના નવ બાળકો અને 19 પૌત્રો છે, જેઓ વિશ્વભરમાં ફેલાયેલા છે. અંતિમ સંસ્કાર સમયે મોટાભાગના સભ્યો ઘરે જ હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ટીકા પર, મૃતકના પુત્ર અને ચર્ચના પાદરી ડો. જ્યોર્જ ઓમેન કહે છે કે તેઓ અને તેમના પરિવારને આવી નકારાત્મક બાબતોથી કોઈ ફર્ક પડતો નથી. તેમણે કહ્યું, ‘મરિયમ્મા તેમના છેલ્લા શ્વાસ સુધી ખુશીથી જીવ્યા. તેણી તેના તમામ બાળકો અને પૌત્રોને ખૂબ પ્રેમ કરતી હતી. આ તસવીર પરિવાર દ્વારા માત્ર તે ક્ષણોને માણવા માટે ક્લિક કરવામાં આવી હતી. શોક કરવાને બદલે અમે મરિયમાને ખુશીથી વિદાય આપવાનું નક્કી કર્યું.

શિક્ષણ મંત્રીએ કર્યો સપોર્ટ

કેરળના શિક્ષણ મંત્રી વી શિવનકુટ્ટીએ પણ પરિવારને ટેકો આપ્યો છે. તેમણે ફેસબુક પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું હતું કે, ‘મૃત્યુ પીડાદાયક છે. પરંતુ આ પણ એક વિદાય છે. સુખી જીવન જીવનારાઓને હસતાં-હસતાં વિદાય આપવાથી વધુ આનંદની વાત શું હોઈ શકે?’ આ સાથે તેમણે કહ્યું કે, ‘આ તસવીરને નકારાત્મક કોમેન્ટની જરૂર નથી.’ જોકે, શિક્ષણ મંત્રીની પોસ્ટ પર મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યો છે. નેટીઝન્સની પ્રતિક્રિયા. કેટલાક લોકોએ સ્મિત સાથે પોઝ આપવા માટે પરિવારની ટીકા કરી છે, જ્યારે ઘણા લોકોએ સમર્થનમાં લખ્યું છે કે તેમાં કંઈ ખોટું નથી.

Next Article